વ્યારા નગરના નવી વસાહતમાં પાણી ટાંકી પાસે એક કાચા મકાનમાં આકસ્મિક રીતે આગ લાગી જતા જેને લઈને વ્યારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે જઈ એક કલાકની જહમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે બાજુમાં આવેલા કાચા મકાનો ને નુકસાન થતા અટકાવી લેતા મોટી રાહત સ્થાનિકોમાં થઈ હતી. આગને કારણે ઘરમાં રહેલ સર સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
વ્યારા નગરના નવી વસાહત ખાતે આવેલી પાણીની ટાંકી પાસે વિજયભાઈ મગનભાઈ ગામીત તેના પરિવાર સાથે રહે છે. આજરોજ સવારે 9:00 કલાકે આકસ્મિક રીતે વિજયભાઈના કાચા મકાનમાં આગ લાગી જતા ગણતરીના સમયમાં આગ બેકઅપ બની ગઈ હતી. જે અંગે વ્યારા નગરના ફાયર વિભાગના અધિકારી નારાયણભાઈ બંધિયા જાણ કરાતા તાત્કાલિક એક મોટા ફાયર ટેન્કર અને એક નાના ફાયર ટેન્કરને ઘટના સ્થળે મોકલી આપ્યા હતા .એક કલાકની જહમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
આગના કારણે વિજયભાઈના ઘરમાં રહેલા તમામ બળી જતા નુકસાન થયું હતું બીજી તરફ ઘરની આજુબાજુમાં કાચા મકાનો હોય જેને લઇને અંદાજિત બે ટેન્કરોમાં 8000 જેટલા લીટર પાણીનો એક કલાક સુધી છંટકાવ કરી આગને અન્ય કાચા ઘર તરફ જતી અટકાવી દેવામાં આવી હતી, જેને લઈને અન્ય ઘરોમાં આગના કારણે નુકસાન થતું અટકી જતા આ વિસ્તારમાં મોટી જાહાની થતી અટકી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.