તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:તાતીથૈયામાં ભંગારના ગોડાઉનમાં આગ, ટોળું એકત્ર, ગોડાઉનમાં પૂંઠા અને પ્લાસ્ટિક વેસ્ટ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

પલસાણા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવારની સવારના સમયે તાંતીથૈયા વિસ્તારમાં રોડની સાઈડમાં સળગાવેલો કચરામાંથી તણખો ઉડીને ભંગારના ગોડાઉનમાં પડતા આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં મોટી સંખ્યામાં પૂંઠા અને પ્લાસ્ટિક વેસ્ટ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કાળા ધુમાડાના ગોટેગોટા હવામાં ઉઠ્યા હતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી. 
તણખો ઉડીને ગોડાઉનમાં પડતા ગોડાઉનમાં રહેલો પ્લાસ્ટિક, થર્મોકોલ અને પૂંઠાનો વેસ્ટ ભડકે બળવા લાગી હતી.
પલસાણા તાલુકાનો ઔદ્યોગિક એકમથી ખીચોખીચ તાંતીથૈયા ગામની હદમાં ને.હા 6ની બાજુમાં આવેલા સહયોગ હોટલની બાજુમાં ઓમ સાંઈ એન્ટરપ્રાઇઝ નામથી એક ભંગારનું ગોડાઉન આવેલું છે. જ્યાં મંગળવારની સવારના 11.00 વાગ્યાના અરસામાં ગોડાઉનની બહાર કોઈકે કચરો સળગાવ્યો હતો. જેમાંથી તણખો ઉડીને ગોડાઉનમાં પડતા ગોડાઉનમાં રહેલો પ્લાસ્ટિક, થર્મોકોલ અને પૂંઠાનો વેસ્ટ ભડકે બળવા લાગી હતી. આસપાસના ઈસમોએ ભેગા મળી ગોડાઉનમાં રહેલા ફાયર એકઝ્યુક્સના બાટલા વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. 8 જેટલા બાટલાઓ ખાલી કરી નાખવા છતાં જ્યારે આગ કાબૂમાં આવી ન હતી, જેથી તેઓ ગોડાઉનની બહાર આવી ગયા હતા અને ફાયર હેલ્પલાઇન નંબરને ફોન કર્યો હતો. બાદ પલસાણા પી.ઇ.પી.એલ. તેમજ બારડોલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ કડોદરા જી.આઈ.ડી.સી પોલિસને થતા ઘટના સ્થળે દોડી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. 
પોલીસની સામે જ જાહેરનામા તેમજ સોશિયલ ડિસ્ટનસનો ભંગ
ઘટના સ્થળે કડોદરા જી.આઈ.ડી.સી.પોલિસ પી.આઈ.વળવી સહિતની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતી. રસ્તા પરથી જતા વાહનોને બીજા ટ્રેક પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું આગના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરવા તાંતીથૈયાના હજારોની સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હજારો લોકો જાણે પોલિસની સામે જ જાહેરનામાનો ભંગ તેમજ સોશિયલ ડિસ્ટનસનો ભંગ કરતા નજરે પડ્યા હતા. પોલિસ જાણે તમામ મુક પ્રેક્ષક બની જોઈ રહી હતી. માત્ર દંડાના ઈશારેથી લોકોને તગેડવાના નિરર્થક પ્રયાસ કરી રહી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો