મુસાફરોના જીવ તાળવે ચોંટયા:કામરેજ નેશનલ હાઇવે પર ચાલુ બસમાં અચાનક આગ ભભૂકી, ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો

બારડોલી5 દિવસ પહેલા

કામરેજ તાલુકાના વાવ નજીક નેશનલ હાઇવે પરથી પસાર થતી ખાનગી બસનાં પાછળનાં ભાગે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પેસેન્જર ભરેલી બસમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગતા બસ હાઇવે પર થંભાવી ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી હતી.

બેટરીમાં આગ લાગી હોવાનું અનુમાન
પ્રાપ્ત થતી માહિતી મુજબ મુંબઈ - અમદાવાદ નેશનલ હાઇવે નં.48 પર મુસાફરો ભરી એક ખાનગી લકઝરી બસ નં.GJ-03-BW-9927 પસાર થઈ રહી હતી. દરમિયાન કામરેજનાં વાવ ગામની સીમમાં લકઝરીનાં પાછળના ભાગેથી અચાનક ધુમાડો નીકળ્યો હતો. બેટરીના ભાગેથી ધુમાડો નીકળતા મુસાફરોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તમામ મુસાફરો તાત્કાલિક બસની બહાર નીકળી ગયા હતા. લકઝરી બસના ચાલકે તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. વાયરિંગમાં સોર્ટ સર્કિટના કારણે બેટરીમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...