તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બારડોલીના અસ્તાન રોડ પર દવાના ગોડાઉનમાં શોર્ટસર્કિટથી આગ લાગી

બારડોલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
આખરે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો - Divya Bhaskar
આખરે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

બારડોલી-અસ્તાન રોડ પર આવેલા એક દવાના ગોડાઉનમાં સોમવારના રોજ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે બનાવમાં કોઈ જાણ હાનિ થઈ નથી, અંદર મુકેલી દવાઓ બળીને ખાક થઈ ગઈ હતી. બારડોલી ફાયર વિભાગને બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની બેગાડીઓ ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવી મોટું નુકશાન થતું અટકાવ્યું હતું.

બારડોલી અસ્તાન રોડ પર આવેલા અંબા નિવાસ મકાનના ભોય તળિયામાં આવેલી જયઅંબે મેડિકલ નામની હોલસેલ દવાના ગોડાઉનમાં સ્ટાફ માણસો દવા સપ્લાય કરવા ગયા હતા. તે સમયે અચાનક શોર્ટસર્કિટના કારણે ગોડાઉનમાં આગ લાગી હતી.

એજન્સીના માલિક નીતિનભાઇ પટેલને જાણ થતાં તેમણે બારડોલી ફાયર વિભાગને જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર ઓફિસર પી. બી. ગઢવી સહિતને ટીમે ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો અને મોટું નુકશાન થતું અટકાવ્યું હતું. જોકે આગમાં કોમ્પ્યૂટર, પ્રિન્ટર અન્ય સામગ્રી તેમજ દવાઓ બળી ગઇ હતી. આગના સમયે કોઈ પણ માણસ ગોડાઉનમાં હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો