માંડવી તાલુકાના સાલૈયા ગામે આવેલા બ્લોક નં 44 અને સરવે નં 31 વાળી સહીયારી માલિકીની જમીન બાબતે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી આવેલ હતો. જે ખેડવા બાબતે બે પક્ષ વચ્ચે થયેલ બોલાચાલી બાબતે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો પાસે મળેલ વિગત મુજબ સાલૈયા ગામે સીમરી આંબા ફળિયામાં રહેતા હસમુખભાઈ ભીલાભાઈ ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પિતાજીએ મોટાભાઈ નારસિંગભાઈ પર કેસીસી લોન ભરપાઈ બાબતે માંડવી કોર્ટમાં કેસ મુક્યો હતો.
આ જમીન ખેડવા માટે નારસિંગભાઈ તથા તેમનો પુત્ર ગૌરાંગભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા હતાં, જેને અટકાવવા જતાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં હસમુખભાઈ ચૌધરીને ઢીક્કા મુક્કીનો માર મારાયો હતો. જ્યારે બીજા પક્ષે ગૌરાંગભાઈ ચૌધરીને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પિતાજી સાથે બ્લોક નં 44 સરવે નં 31 વાળી જમીન ખેડવા માટે ટ્રેક્ટર બોલાવ્યું હતું. ટ્રેકટર આવતાં કાકા હસમુખભાઈ ચૌધરી આવી ટ્રેકટરના ડ્રાઈવરને ખેડતા અટકાવવા સાથે ખેડશો તો ટ્રેક્ટરને નુકસાન થશેની ધમકી આપવા સાથે બોલાચાલી થઈ હતી. સાથે ઝપાઝપી થઈ હતી. બીજા સગાસંબંધીઓ આવી જતાં બધાને છૂટા પાડ્યા હતાં. હસમુખભાઈ બીજીવાર જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતાં. માંડવી પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.