ફરિયાદ:પોલીસ સમન્વય સભ્ય વિરુદ્ધ સાથી કર્મચારીએ છેડતીની ફરિયાદ નોંધાવી

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલીમાં રહેતા અને પોલીસ સમન્વય સંસ્થામાં જોડાયેલા ઇસમે સાથી કર્મચારી મહિલાની સંસ્થાની ઓફિસમાં છેડતી કરવાની સાથે બદનામ કરવાની ધમકી આપતા મહિલાએ બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ સમન્વય નામની સંસ્થામાં જોડાયેલ ઉદયભાઈ જનકભાઈ શાહ રહે. બસરદારવીલા સોસાયટી બારડોલી તેની ગાંધીરોડ પર આવેલ પોલીસ સમન્વય નામની સંસ્થામાં કામ કરતી મહિલા કર્મચારી ને છેલ્લા દોઢેક વર્ષના સમયગાળામાં અવારનવાર કિસ કરવાની અને હગ કરવાની અભદ્ર માંગણી કરતો હતો.

તેમજ અશ્લીલ ચેનચાળા કરતો તેમજ ઉદય શાહ ફરિયાદીની એકલતાનો લાભ લઇ ગંદી કોમેન્ટ કરી શારીરિક સંબંધની માંગણી કરતો છતાં ફરિયાદી મહિલા વશ નહિ થતા આરોપી મહિલાને ધમકાવી સમાજમાં બદનામ કરી દઈશ અને પોલીસ સમન્વયમાંથી સસ્પેન્ડ કરી દેવા ધમકી આપતા મહિલાએ બારડોલી પોલીસ મથકે ઉદય શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી.

અન્ય સમાચારો પણ છે...