કાર્યવાહી:જોળવામાંથી ડુપ્લીકેટ ઓઇલ બનાવાનું કારખાનું ઝડપાયું

પલસાણા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડબ્બા, સ્ટીકર મળી 2.86 લાખનો મુદ્દામાલ કબ્જે

બ્રાન્ડનું ટ્રેડ માર્ક અને કોપીરાઈટના હિતોનું રક્ષણ કરતી કંપનીના માણસોને મળેલી બાતમી આધારે એક ટિમેં પલસાણા પોલીસને સાથે રાખીને જોળવા GIDC વિસ્તારમાં રેડ કરી બ્રાન્ડેડ ઓઈલનું કોપી ઓઇલમાં ડબ્બા સાથે કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતુ કારખાના માંથી 2.86 લાખનો ઓઈલનો જથ્થો કબ્જે લેવાયો હતો

મળતી માહિતી અનુસાર વિવિધ બ્રાન્ડ ટ્રેડ માર્ક તથા કોપી રાઈટના હિતોનું રક્ષણ કરતી કંપની સુજાતા ચૌધરી આઇપી એન્ટોનર્સ પ્રા. લી. કોપી રાઈટના ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા માટેની ઓર્થોરિટી ધરાવતા મોહમદ યુનુસ મોહમદ યુસુફ શેખ (30) ( રહે.વટવા અમદાવાદ ) નાઓને ખાનગી મળેલી બાતમી આધારે પલસાણા પોલીસને સાથે રાખીને પલસાણા તાલુકાના જોળવા GIDC વિસ્તારમાં આવેલા દર્શન ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 286 પર આવેલા લુબ્રન્ટા પેટ્રો કેમિકલ્સ નામનું કારખાનું ચલાવતા.

ભાવેશભાઈ ઘનશ્યામભાઈ કાછડિયા (અયોધ્યાપુરમ સોસાયટી વાલક પાટિયા કામરેજ સુરત)નાઓ મળી આવ્યા હતા તેઓને સાથે રાખીને કારખાનામાં તપાસ કરતા ક્રિસ્પી એક્ટિવ પ્લસ સ્ટીકર લગાવેલી 900 ML ના 10 બોક્ષ , એક લિટરના 24 બોક્ષ તેમજ 900 ML ના ખાલી ડબ્બા 110 નંગ તેમજ 900 ML ના ડબ્બાના 2210 સ્ટીકર મળી કુલ 2,85,970/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા ઈસમ વિરુદ્ધ કોપીરાઈટના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...