મૃતદેહ મળ્યો:વાંકાનેડા રેલવે ફાટક પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામની સીમમાં આવેલા રેલ્વે ટ્રેકના થાંભલા નં. 9/24 થી 26 ના થાંભલા પાસે એક વ્યક્તિનો મૃતદેહ રેલ્વે સાથે અકસ્માત થયેલ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસ દ્વારા મૃતકની તપાસ કરતા તે વ્યક્તિ ચેતનભાઈ લાલબાબુ વકીલ જાતે પંડિત (22) (રહે. કારેલી ગામ) હોવાનું જણાયુ હતુ, જેથી પોલીસ દ્વારા તેના પરિવારજનોને જાણ કરી કાર્યવાહી હાથ ધરાય હતી.

અન્ય સમાચારો પણ છે...