બારડોલી અસ્તાન રોડની સોસાયટીમાં રહેતું દંપતિ ઉમરપાડા આર્યુવેદિક દવા લેવા માટે નીકળ્યા હતાં. તે દરમિયાન માંડવી આગળ કુદરતી હાજતે જવા નહેરના કાચા રસ્તે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળા મોટરસાઈકલ નહેરમાં પડતાં પતિ પત્ની નહેરના પાણીમાં ખેંચાયા હતા. પતિને તરતા આવડતું હોય બહાર આવી ગયા હતાં. જ્યારે પત્ની નહેરના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ જતાં મોત નીપજ્યું હતું.
બારડોલી અસ્તાન રોડ સાઈ વાટિકામાં રહેતા ગૌતમભાઈ સોની પોતાના કબજાની મોટરસાઈકલ (GJ-19AG-3448) લઈને પત્ની ભારતીબહેનને ગાંઠની બીમારી હોય મની સારવાર માટ ઉમરપાડના તાલુકાના બિલવાણ ગામે પતિ પત્ની નીકળ્યા હતાં. તે દરમિયાન ગૌતમભાઈને કુદરતી હાજત આવતા તે પતાવી બાઈક લઈને નીકળ્યા હતાં.
તે સમયે અચાનક બાઈક નહેરમાં પડતાં ગૌતમભાઈ તથા ભારતીબહેન નહેરના ધસમસતા પ્રવાહમાં તણાયા હતાં. પરંતુ ગૌતમભાઈને તરતા આવડતું હોય કિનારે પહોંચી મશીનનો પાઈપ પકડી લીધો હતો અને સ્થાનિકો દોડી આવતા બચાવી લીધા હતાં. જ્યારે ભારતીબહેન પાણીમાં ખેંચાઈ ગયા હતાં. મૃતદેહ માંડવીના ધરમપુર ગામથી મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.