અકસ્માત:ચલથાણના દંપતીને વતન ધાર્મિક કાર્યક્રમમાં જતી વખતે નવાપુરમાં અકસ્માત, પત્નીનું મોત

નવાપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર એસટી બસના ચાલકે ખાડા બચાવવામાં બાઇકને અડફેટમાં લેતા અકસ્માત

પલસાણા તાલુકાના ચલથાણ ખાતે નોકરી અર્થે આવેલા પાટીલ પરિવાર પોતાના વતન મહારાષ્ટ્રમાં કાનબાના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતાં, ત્યારે મહારાષ્ટ્ર એસટી નિગમની બસે દંપતિની મોટરસ ઈકલને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં મોટરસાઈકલ પર સવાર 33 વર્ષીય પત્ની બસના ટાયર નીચે આવી જતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટના અંગે એસટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહારાષ્ટ્રના શિંદખેડાના ભડને ગામ ખાતે રહેતા અને રોજગારી માટે ચલથાણ સ્થાયી થયેલા પાટિલ દંપતિ 26મી જુલાઈના રોજ પોતાના વતન કાનબાઈના ધાર્મિક કાર્યક્રમમાં જઈ રહ્યા હતાં. આ દરમિયાન સવારે 10.30 કલાકના અરસામાં નવાપુર શહેરમાં ડીજે અગ્રવાલ ઈંગ્લીશ મીડિયમ નજીક મહારાષ્ટ્રના સાક્રી ડેપોની વાપી-ધૂલિયા બસ નં. (MH-20BL- 3425)ના ચાલક બસના ચાલક જયવંત સુભાષ ભામરે સાક્રીના (36) પોતાની બસને ખાડાથી બચાવવા માટે ગફલત ભરી હંકારી મોટરસ ઈકલનં (GJ-19AR -8644)ને અડફેટમાં લીધી હતી.

મોટરસાઈકલ પર સવાર શરદ ચુડામણ પાટીલ અને તેમની પત્ની કલ્પનાબહેન (33) રોડ પર ફંગોળાઈ ગયા હતાં. જેમાં કલ્પના બહેનના માથા પરથી બસનું ટાયર ફરી જતાં કલ્પનાબહેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગે નવાપુર પોલીસે બસ ચાલક વિરદ્ધુ ગુનો નોંધ્યો હતો.

પતિએ મૃતદેહ ઉંચકવા ન દીધો, ડ્રાઇવરને પકડવા માગ કરી
પતિની નજર સામે પત્નિનું મોત નીપજતા પતિએ પોલીસને પત્નિની લાશ ઉંચકવા દીધી ન હતી અને જણાવ્યું હતું કે પહેલા બસ ડ્રાઈવરને પકડી લાવો ત્યારબાદ મારી પત્નીની લાશને હાથ લગાવશો. પોલીસ અને અગાવેનોની સમજાવટ બાદ મૃતદેહના પીએમ માટે કાર્યવાહી હાથ ધરી હતી.

વતનમાં પત્નીનો અંતિમ સંસ્કાર
અકસ્માતમાં મૃત્યુ પામનાર કલ્પના શરદ પાટીલનું નવાપુરની હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંબંધીઓ તેમના મૃતદેહને શિંદખેડા તાલુકાના ભડને ગામ પોતાના વતનમાં અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતાં.

દંપતીને એક પુત્ર એક પુત્રી
અકસ્માતનો ભોગ બનેલા પાટીલ પરિવારના મોભી શરદ પાટીલ સુરત નોકરી કરે છે. તેમના પરિવાર એક પુત્ર અને એક પુત્રી છે. પત્નીના મોત બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...