અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ 12મીએ 50 હજાર વર્ષ બાદ ધૂમકેતુ પૃથ્વી-સૂર્યની નજીકથી પસાર થવાની ઘટનાની જાહેરાત કરતાં વિશ્વભરમાં કુતૂહલ સાથ ઉત્તેજના વ્યાપી જવાથી રોમાંચકારી સ્થિતિ સર્જાય છે. બ્રહ્માંડમાં હજુ પણ અસંખ્ય ધૂમકેતુઓ, ગ્રહો વણશોધાયેલા અંતરિક્ષમાં વિહાર કર છે. ગુરુવાર મધ્યરાત્રી બાદ ઝવીકી ટ્રાન્ઝિન્ટ ફસેલીટી નામનો ધૂમકેતુ પસાર થવાનો છે. જે અંગેની જાહેરાત થતાં ખગોળ પ્રેમીઓમાં ઉત્સુકતા જોવા મળી છે.
ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેને જયંત પંડ્યાએ માહિતી આપી હતી. અંતરિક્ષનું રહસ્ય જાણવા વૈજ્ઞાનિકો સતત પ્રયત્નો સાથે સંશોધનો કરે છે. જે કાયમ માટે માનવ હિતકારક સાબિત થયેલ છે. નવા શોધાયેલા ધૂમકેતુથી પૃથ્વીવાસીઓએ જરા પણ ભય ડર રાખવાની જરૂર નથી. કોઈપણ પ્રકારનો ખતરો નથી. રોજિંદી દિનચર્યામાં વ્યસ્ત રહેવું, અફવાથી સાવધાન રહેવા પણ અપિલ કરી છે.
ખગોળ શાસ્ત્રીઓએ ગત વર્ષના માર્ચમાં વાઈડ ફિલ્ડ સરવે કેમેરા દ્વારા આ ધૂમકેતુ નિહાળ્યો હતો. તે સમયે તે બુધની કક્ષામાં હતો ત્યારે તેની ચમક ચળકાટ સામાન્ય કરતાં વધારે હતી. સામાન્ય રીતે ધૂમકેતુ થીજી ગયેલા ગેસ અને ધૂળથી નિશ્ચિત એક કોસ્મિક સ્નોબોલ છે. જે સતત સૂર્યની પરિક્રમા અંતરિક્ષમાં વિહાર કરે છે.
આકારમાં તે નાનો હોય છે, પણ સૂર્યની નજીક પહોંચતાં ગરમ થાય છે અને તેની પાછળ ગેસ અને ધૂળની ચમકતી પૂછડી સર્જાય છે. જેનું કદ ઘણા ગ્રહ કરતાં વધારે હોય છે. આ ધૂમકેતુ તા. 12મી ગુરુવારે અંતરિક્ષમાં નજીક જોવાનો અવસર પ્રાપ્ત થવાનો છે. વાતાવરણ આકાશ સ્વચ્છ હશે તો જ જોઈ શકાશે.
વધુમાં જયંત પંડ્યાએ જણાવ્યું છે કે સી/2022 ઈ-3 (ઝેડટીએફ) નામનો ધૂમકેતુ સૂર્યથી 16,67,41,786.68222 કિમી દૂર એટલે આશરે 16 કરોડથી વધુ કિમી દૂર હશે. જ્યારે પૃથ્વીથી 12,45,25,267,.57068 કિમી દૂર એટલે ાશરે 13 કરોડ કિમી આસપાસ દૂર જોવા મળશે. આ ધૂમકેતુનો ઉદય મધ્યરાત્રી બાદ 12મી એ 2 કલાક 12 મિનીટે થશે. મધ્ય સવારે 9 કલાક 29 મિનીટ અને અસ્ત સાંજના 4 કલાક 38મિનીટે થવાનો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.