મુદ્દામાલ જપ્ત:માંડવીના કરંજ ગામથી દારૂ લઈ જતી કાર પકડાઇ, ચાલક ફરાર

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાલક સ્થળ પર વાહન મૂકી ફરાર, કુલ 63,100નો મુદ્દામાલ જપ્ત

માંડવીના કરંજ ગામથી માંડવી પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂ વહન કરતી ટાટા ઈન્ડિગો કાર ઝડપાઇ ગઈ હતી. પોલીસને જોઈ વાહનના ચાલકે પોતાનું વાહન રોડના સાઈડ પર મૂકી ફરાર થઈ ગયો. દારૂ અને વાહનની કિંમત થઈ કુલ રૂ. 63,100નો મુદ્દામાલ માંડવી પોલીસે જપ્ત કર્યો હતો. માંડવી પોલીસની તડકેશ્વર આઉટપોસ્ટના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે લીમોદરા ગામ તરફથી કાર (ન. જી.જે. 16.એ.જે.9710) વિદેશી દારુનો જથ્થો લઇ આવનાર છે. દારૂ હરિયાલ (ગામ.કરંજ) ખાતે રહેતી સોનલબેન રણછોડભાઈ વસાવાએ મંગાવેલ છે.

મળેલી બાતમી અનુસાર પોલીસ દ્વારા વોચ ગોઠવી બાતમી અનુસારનું વાહન આવતા તેને ઊભા રહેવાનું કહેતા તે કાર ચાલક તરત પોતાનું વાહન પાછું ફેરવી ભાગવા માંડયો હતો. પોલીસ દ્વારા તેનો પીછો કરતા કરંજ ખાતે રોડની સાઈડમાં પોતાનું વાહન મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. તમામ દારૂને પોલીસ ચોકી પર લાવી તપાસ કરતા કુલ 131 દારૂની બોટલો અને બીયરના ટીન થઈ રૂ. 13,100નો દારૂ અને કારની કિંમત રૂ. 50,000 થઈ કુલ રૂ. 63,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ માંડવી પોલીસ દ્વારા ટાટા ઈન્ડિગોના ચાલક અને દારૂ મંગાવનાર સોનલબેન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાય હતી.

અન્ય સમાચારો પણ છે...