ચર્ચા વિચારણા:વ્યારા સુગર પુન: શરૂ કરવા બેંકના ડિરેક્ટરોની સાથે મનોમંથન કરાયું

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાની વ્યારા સુગર મીલને પુનઃ કાર્યરત કરવા કૃષિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ખેડુતોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય અને લોકહિતને ધ્યાને લઈ મીલને ઝડપથી પુનઃ કાર્યરત કરવા ચર્ચા વિચારણા કરાઇ હતી.

તાપી જિલ્લામાં શેરડીનોનુ વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ત્યારે લોકોનું હિત જળવાઈ અને ખેડૂતોને વધુ ભાવો મળી રહે તે માટે વ્યારા સુગર ફેકટરી ફરી શરૂ કરવા માટે સુગર મીલના ડિરેક્ટરો તથા ડિસ્ટ્રિક્ટ બેકના ડિરેકટરો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.

સુગર મીલ શરૂ થવાથી તાપીના નાના અને સિમાંત ખેડૂતોની આવકમાં વધારો થશે અને ધંધા, રોજગારમાં વૃધ્ધિ થવાની સાથે દુધ ઉત્પાદનમાં પણ વધારો થશે. સાથે જ બેઠકમાં કૃષિ રાજ્યમંત્રીએ વિવિધ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા તમામ હોદ્દેદારોને સાથે મળીને કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે બેઠકમાં સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્કના ચેરમેન નરેશભાઈ પટેલ, સુમુલ ડેરી અને મહુવા સુગર ફેકટરીના ચેરમેન માનસિંગભાઈ પટેલ, સુરત ડિસ્ટ્રીક બેન્કના વાઈસ ચેરમેન સંદિપભાઈ દેસાઈ, તાપી પ્રભારી અશોકભાઈ ધોરાજીયા, વ્યારા તાલુકા પં. સદસ્ય ઈશ્વરભાઈ ગામીત, સામાજીક અગ્રણી અશોકભાઈ ગામીત, પ્રકાશભાઈ ગામીત, વિક્રમભાઈ તરસડીયા, જૈરામભાઈ ગામીત, પંકજભાઈ ચૌધરી, તાપી જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા, મઢી સુગર ફેક્ટરી ચેરમેન સમીરભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...