ભાજપ નેતાનો રંગરેલિયા મનાવતો વીડિયો વાઇરલ:બારડોલી તાલુકા પંચાયતના સભ્ય મહિલા સાથે બીભત્સ ચેનચાળા કરતાં કેમેરામાં કેદ, અજિત પટેલે દિવ્યભાસ્કરને કહ્યું, 'મારે આમાં કંઈ કહેવું નથી'

બારડોલી2 મહિનો પહેલા

સુરત જિલ્લામાં વધુ એક ભાજપના હોદ્દેદારનો બીભત્સ વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી જવા પામી છે. બારડોલી તાલુકાના ખરવાસા ગામના સહકારી અને રાજકીય અગ્રણી અજિત પટેલ એક ઘરની બહાર મહિલા સાથે બીભત્સ વર્તન કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મહિલા પણ નગ્ન હાલતમાં બિનધાસ્તપણે નેતાના બાહુપાશમાં દેખાઈ રહી છે તેમજ બન્ને એકબીજા સાથે બીભત્સ હરકત કરતાં નજરે પડી રહ્યાં છે. આ વીડિયો વાઈરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે અજિત પટેલ સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરતાં તેમણે 'મારે આમાં કંઈ કહેવું નથી...જેને વીડિયો વાઈરલ કરવો હતો તેણે કરી દીધો' એવો જવાબ આપ્યો હતો.

નેતાની હરકતથી લોકો પણ ચોકી ઊઠ્યા
સુરત જિલ્લા ભાજપના નેતાઓનો રંગરેલિયા મનાવવાનો શોખ પક્ષની છબિ ખરડી રહ્યો છે. ત્યારે વધુ એક સહકારી અને રાજકીય અગ્રણીનો વીડિયો વાઈરલ થયો છે. બારડોલી તાલુકાના ખરવાસા ગામે રહેતા અજિત પટેલનો એક બીભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં નગરમાં ચકચાર મચી જવા પામી છે. બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અને હાલ સુમૂલ ડેરીના ડિરેકટર એવા અગ્રણી અજિત પટેલનો બીભત્સ વીડિયો વાઈરલ થયો છે.

થોડા દિવસ પહેલાં અન્ય એક ભાજપ નેતાના ફોટા વાઈરલ થયા હતા
અજિત પટેલ એક ઘરના વાડા પાછળ મહિલાને બાહુપાશમાં લઇ એકબીજા સાથે બીભત્સ હરકતો કરતાં વીડિયોમાં નજરે પડી રહ્યા છે. લોકોએ વિશ્વાસ રાખીને બારડોલી તાલુકા પંચાયતની વરાળ બેઠક પરથી મતો આપી તાલુકા પંચાયતમાં બેસાડેલા અજિત પટેલનો આવો કથિત વીડિયો વાઈરલ થતાં લોકો પણ ચોંકી ઊઠયા છે. તો બીજી તરફ હાલ જ થોડા દિવસ પહેલાં સુરત જિલ્લા ભાજપના સુકાની એવા સંદીપ દેસાઈના સ્વિમિંગ પૂલમાં એક મહિલા સાથે નાહતા ફોટા વાઈરલ થયા બાદ ફરી ભાજપના અગ્રણીનો વીડિયો વાઈરલ થતાં ભાજપની છબિ પણ આમાં ખરડાઈ રહી છે.

જેણે જે વાઈરલ કરવું હતું એ કરી દીધું: અજિત પટેલ
બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અને સુમૂલ ડેરીના ડિરેકટર અજિત પટેલનો મહિલા સાથેનો બીભત્સ વીડિયો વાઈરલ થવાના મામલે અજિત પટેલ સાથે દિવ્ય ભાસ્કરની ટીમે ટેલિફોનિક ચર્ચા કરી હતી. તેમણે વીડિયો મામલે જણાવ્યું હતું કે જેણે જે વીડિયો વાઈરલ કરવો હતો એ કરી દીધો છે અને હું અત્યારે ટેન્શનમાં છું, મારે આ મામલે અત્યારે કશું કહેવું નથી.

અન્ય સમાચારો પણ છે...