કોરોના બેકાબૂ:કોરોના સંક્રમિત માતાની કુખે જન્મેલું શિશુ પણ પોઝિટિવ

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં શનિવારે 117 કેસ સાથે 1 મોત, વધુ 100 દર્દીઓએ કોરોનાને માત આપી

સુરત જીલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે શનિવારે નવા 117 દર્દીઓ નોંધાતા કુલ કોરોનાના 7182 દર્દીઓ થયા છે તો 100 દર્દીઓ સાજા થતાં ઘરે પરત ફર્યા છે જીલ્લામાં કુલ 5869 દર્દીઓ સાજા થતા કુલ 1069 દર્દીઓ સારવાર હેઠળ રાખવામા આવ્યા છે. શનિવારે પલસાણા તાલુકાનાં જોળવા ગામના 60 વર્ષીય પુરુષને કોરોના ભરખી જતાં કુલ મૃત્યુ આંક 244 થયો છે.

નવજાત શિશુ સહિત બારડોલીમાં 25 કેસ
શનિવારના રોજ બારડોલી તાલુકામાં 25 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. જેમાં બારડોલી નગરની એક સગર્ભા મહિલાને કોરોનાનું સંક્રમણ થતા સારવાર માટે સુરત સિવિલમાં ખસેડવામાં આવી હતી. જ્યા સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપતા બાળકના સેમ્પલ લેવાયા હતા જેમાં નવજાત બાળકને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો જેથી નવજાત બાળકને પણ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે તો તાલુકામાં આ નવજાત બાળક મળી અન્ય 25 કોરોના દર્દીઓ નોંધાયા છે.

ઓલપાડમાં વધુ 12 કેસ
ઓલપાડ તાલુકામાં આજ રોજ વધુ નવા 12 કેસ પોઝિટિવ નોંધાયા છે. જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યા મુજબ આજરોજ ઓલપાડ તાલુકામા કોરોના વધુ 12 કેસ પોઝોટિવ નોંધાયા છે. જયારે અત્યાર સુધીમાં કુલ સંખ્યા 877 થઈ છે.

વાંકલમાં કોરોનાના 3 કેસ
વાંકલ મુખ્ય બજાર વિસ્તારમાં પંચાયત શોપિંગ સેન્ટર નજીક રહેતી એક ૫૫ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે વાંકલ ગામ ના પાનેશ્વર ફળિયામાં ગુજરાતી શાળા નજીક રહેતા એક 52 વર્ષીય મહિલા અને એક 27 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...