વિવાદ:કારેલીમાં શાકભાજી વેચવા મુદ્દે બબાલ વેપારીને માર મારીને ટેમ્પો સળગાવાયો

પલસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુમલો કરનારા 3 ભાઇઓ સામે ફરિયાદ, એકની અટક

પલસાણાના કારેલી ગામે હાટ બજારમાં શાકભાજી વેચતા એક પરિવારના બાજુમાં જ શાકભાજી વેચતા ત્રણ ભાઈઓએ શાકભાજી વેચતા પરિવાર સાથે જૂની અદાવતમાં ઝગડો કરી મારમારી ટેમ્પો સળગાવતા વિવાદ સર્જાયો હતો. જોકે પરિવારે પોલીસ ફરિયાદ આપતા પોલીસ કાર્યવાહી હાથધરી છે. મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના દસ્તાન ગામે રહેતા અશોકભાઈ દગાજીભાઈ ભામરે (61) રવિવારના રોજ બપોરના સમયે 2 વાગ્યાના અરસામાં પોતાની માલિકીનો છોટા હાથી ટેમ્પો (GJ 19 V 1109) લઈ દીકરી જ્યોતિ અને છોકરા સંતોષ સાથે મળી શાકભાજી વેચવા કારેલી હાટબજારમાં ગયા હતા.

જે દરમિયાન રાત્રીના 9 વાગ્યાના અરસામાં બાજુમાં શાકભાજી વેચતા શાન બરકત અલી રાયન સાથે અગાઉ ઝઘડો થયો હતો. તે અદાવત રાખી આ શાન બરકર અલી ટેમ્પો નજીક આવી જ્વલનશીલ પ્રદાર્થ નાખી ટેમ્પો સળગાવ્યો હતો, જે જ્યોતિએ જોઈ લેતા તેને બુમાબુમ કરી હતી.

જેથી અશોકભાઈએ આગ કેમ લગાવી કહેવા જતાં શાન બરકત લીના બે ભાઈ રાજુ અને ચાંદ બરકત અલી દોડી આવી અશોકભાઈને માર માર્યો હતો અને અશોકભાઈના પુત્ર સંતોષને પણ મારમાયો હતો, જે દરમિયાન આસપાસ લોકો આવી જતા આ ત્રણેય ભાઈએ અશોકભાઈનું શાકભાજી ફેંદીદઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે આસપાસના લોકોએ સમય સુચકતા વાપરી ટેમ્પોમાં લાગેલી આગને બુઝાવી હતી. ઘટના અંગે અશોક ભામરેએ આ ત્રણેય ભાઈ વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. ઘટના અંગે પોલીસે મુખ્ય આરોપી શાન બરકત અલી રાયનની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...