યુવકનું ડૂબી જવાથી મોત:સુરતનો 39 વર્ષીય યુવક બારડોલીના વાઘેચા મંદિર ખાતે નદીમાં તણાયો હતો; પોલીસને જાણ કરાતા યુવાનની શોધખોળ આદરી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલીનાં વાઘેચા મંદિર ખાતે પરિવાર સાથે દર્શનાર્થે આવેલો 39 વર્ષીય યુવાન તાપી નદીમાં તણાયો હતો. મંદિરમાં દર્શન કરી નદીમાં ન્હાવા ગયેલા પરિવાર પૈકી યુવાન પાણીમાં તણાયો હતો. ઘટના બાબતે બારડોલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

યુવક તાપી નદીના ઊંડા પાણીના વહેણમાં તણાયો
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ, સુરતના કોસાડા રોડ એસ.એમ.સી આવાસ ખાતે રહેતો 39 વર્ષીય યુવાન સુનિલ શિવ સરોજ કે જેઓ પત્ની ચંદા પાંચ અન્ય યુવાનો, બહેન સુનિતા, બનેવી પ્રદીપ તથા અન્ય બાળકો અને મિત્રો સાથે બારડોલીના વાઘેચા ગામે આવેલા વાઘેશ્વર મહાદેવનાં મંદિર ખાતે બે રિક્ષામાં દર્શનાર્થે આવ્યા હતા.

યુવાનની કોઈ ભાળ મળવા પામી નથી
જ્યાં પહોંચી વાઘેશ્વર મહાદેવના દર્શન કરી તમામ મંદિરના પાછળના ભાગેથી વહેતી તાપી નદીમાં ન્હાવા માટે ગયા હતા. એ દરમિયાન સુનિલ તાપી નદીના ઊંડા પાણીના વહેણમાં તણાયો હતો. ઘટના બાબતે બારડોલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી યુવાનની શોધખોળ આદરી છે. હાલ યુવાનની કોઈ ભાળ મળવા પામી નથી.

અન્ય સમાચારો પણ છે...