• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • A 26 year old Youth Is Suspected To Have Drowned In Purna River At A Village In Mahuwa; The Team Of The Fire Department Did Not Return Home Till Late Evening And Carried Out A Search

માછલી પકડવા ગયોને ડૂબ્યો?:મહુવાના એક ગામે પૂર્ણા નદીમાં 26 વર્ષિય યુવક ડૂબ્યોની આશંકા; મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા ફાયર વિભાગની ટીમે શોઘખોળ હાથ ધરી

બારડોલીએક મહિનો પહેલા

સુરત જિલ્લાના મહુવા તાલુકાના કવીઠા ગામેથી પસાર થતી પૂર્ણા નદીમાં 26 વર્ષીય યુવક ડૂબ્યો હતો. માછલી પકડવા માટે ગયેલ યુવાન નદીમાં ડૂબતા બારડોલી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે.

ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ, મહુવા તાલુકાના કવીથા ગામેથી પૂર્ણા નદી વહે છે. જે નદીમાં ગતરોજ મોડી સાંજે કવીઠા ગામનો 26 વર્ષીય યુવાન સંજય પ્રવીણભાઈ હળપતિ કે જેઓ માછલી પકડવા માટે ગયા હતા. રાત્રે સંજયભાઈ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ યુવાનની શોધખોળ કરી હતી. દરમિયાન નદીના કિનારે માછલી પકડવાની જાળ અને ટ્યુબ મળી આવતા ગામના સરપંચ દ્વારા મહુવા પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. હાલ છેલ્લા બે કલાકથી ફાયર વિભાગની ટીમના ફાયર ફાઈટરો યુવાનને નદીમાં શોધી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી...

અન્ય સમાચારો પણ છે...