મૂકબધીર યુવાન ગુમ થતા ફરિયાદ:મહુવા તાલુકાના ખરવણ ગામેથી 22 વર્ષીય મૂંગો અને બહેરો યુવક ગુમ થયો; વિધવા માતાએ 24 કલાક થતા પોલીસ ફરિયાદ નોંધાવી

બારડોલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાનાં મહુવા તાલુકાના મૂળ ગુણસવેલ ગામે રહેતા ધોડિયા પટેલ પરિવારનો 22 વર્ષીય યુવાન ગુમ થયો છે. જન્મથીજ મૂંગો અને બહેરો દીકરો ગુમ થતા માતાએ ચિંતાતુર થઈ ઘણી શોધખોળ કરી હતી. છતાં કોઈ ભાળ નહિ મળતા આખર મહુવા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

વિધવા માતા પર દુ:ખનું આભ ફાટ્યું
મહુવા તાલુકાના ગુણસવેલ ગામના ભાઠેલ ફળિયામાં રહેતા અને હાલમાં સતત 11 વર્ષથી ખરવણ ગામના ટેકરા ફળિયામાં રહેતી વિધવા લીલાબેન આનંદભાઈ ધોડીયા પટેલનો પુત્ર જન્મથી જ મુગો અને બહેરો છે. 22 વર્ષીય મુક બદીર યુવાન પુત્ર નામે શૈલેષ રાત્રિના સમયે જમીને બહાર ફળિયામાં બેસવા જતો હતો. અને રાત્રે ઘરે પરત આવી જતો હતો. જે યુવાન ગત તારીખ 23 જુલાઈના રોજ રાત્રે ઘરેથી જમીને બહાર નીકળ્યા બાદ પરત ઘર ન ફરતાં તેની શોધખોળ શરૂ કરાઇ હતી .જે દરમિયાન 23 મીની રાત્રે ફળિયામાં બેસવા આવ્યો નહોતો મુજબ જાણવા મળ્યું હતું. ઘણી શોધખોળ બાદ પણ મૂંગા અને બહેરા પુત્રની કોઈ ભાળ નહિ મળતા આખર માતાએ મહુવા પોલીસ મથકે ગુમ જાણવા જોગ ફરિયાદ આપી હતી.

આ પ્રમાણે શરીરનો બાંધો હતો
યુવાન શરીરે પાતળો બાંધો, ઘઉંવર્ણ વાન, ઉંચાઇ પાંચ ફૂટ છ ઇંચ તથા ચપટું મોઢું અને છાતીનો ભાગ સાંકડો અને ઉપસેલો છે. યુવાને લાંબી બાંયનું શર્ટ તથા ભૂરા રંગનો પેન્ટ અને ભૂરા રંગના ચપ્પલ પહેર્યા છે.તેની મહુવા પોલીસ તંત્ર દ્વારા શોધખોળના પ્રયાસ ચાલુ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...