મહુવામાં યુવાનનો આપઘાત:20 વર્ષીય યુવાને ઘરમાં મોભના લાકડે સાડી બાંધી ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવી

બારડોલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 108ની મદદથી મહુવા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો

મહુવા તાલુકાના વાડી ફળિયામાં રહેતા 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તરસાડી ખાતે ટાઇલ્સની ફેક્ટરીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અપરણિત યુવાને ગળે ફાસો ખાધો હતો. આસપાસના લોકોએ યુવાનને બચાવવા માટે પ્રયાસ કરી 108ની મદદથી મહુવા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.

ઘરમાં મોભના લાકડા સાથે સાડી બાંધી આત્મહત્યા કરી
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મહુવાનાં વાડીફળિયામાં રહેતા અને તરસાડી ખાતે આવેલ ટાઇલ્સ ફેક્ટરીમાં મજૂરી કામ કરતા 20 વર્ષીય યુવાન સુરેશ અશોકભાઈ હળપતિએ ગળે ફાંસો ખાધો હતો. આજરોજ બપોરના 12 વાગ્યાની આસપાસ ઘરમાં કોઈ હાજર ન હતું દરમિયાન સુરેશ હળપતિએ ઘરમાં મોભના લાકડા સાથે સાડી બાંધી આત્મહત્યા કરી હતી. આસપાસના લોકોએ યુવાનને બચાવવા માટે તાત્કાલિક 108ને ફોન કરી યુવાનને હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા. સુરેશ હળપતિને તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ મહુવા પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતક સુરેશ હળપતિનાં પડોશમાં રહેતા કાકાભાઈ સુનિલ હળપતિની ફરિયાદ લઈ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...