તપાસ:ખોજ ગામની 16 વર્ષીય તરૂણી નહેરમાંથી મૃત હાલતમાં મળી

કડોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નહેરમાં કૂદી જીવન ટુંકાવ્યું હોવાની આશંકા

બારડોલી તાલુકાના ખોજ ગામની ગૂમ થયેલી 16 વર્ષીય તરૂણી ની લાશ નહેરમાંથી મળી હતી. બારડોલી તાલુકા ખોજ ગામે 38 ગાળામાં રહેતા પ્રિતેશભાઈ રતિલાલભાઈ રાઠોડની પુત્રી પાયલ 2 માર્ચ ગુરુવારની રાત્રી 9.45 કલાકે કોઈને ઘરે કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી. ઘણીવાર છતાં દીકરી પરત ન આવતાં પરિવારે આડોશપાડોશમાં શોધખોળ આદરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો.

આખરે તેમણે નહેર તરફ તપાસ કરતાં નહેરની પાળ પર પાયલના ચપ્પલ અને ઘડિયાળ મળી આવી હતી. જેથી પાયલ નહેરમાં કૂદી હોવાના અનુમાનથી નહેરમાં શોધખોળ હાથ ધરી હતી. ઘણી શોધખોળ છતાં ગુરુવારની મોડી રાત્રી સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. બીજા દિવસે શુક્રવારે પણ શોધખોળ હાથ ધરતાં મોતા ચલથાણ બ્રાંચની નહેરમાં મોતા ગામની સીમમાં થી પસાર થતી નહેરમાંથી તરૂણીની લાશ મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...