અપહરણ:બારડોલીમાં લગ્નની લાલચે 14 વર્ષીય તરૂણીનું અપહરણ કરાયું

બારડોલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના બાબેન ગામે 14 વર્ષીય સગીરાને પ્રેમીએ લગ્નની લાલચે ભગાડી જતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.બાબેનમાં રહેતા શ્રમજીવી પરિવારે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ 20 ઓગસ્ટના દિવસે પોતે મજૂરી કામે ગયા બાદ તારીખ 21મી એ પરત ઘરે આવ્યા હતા. તેવા સમયે તેના માતા-પિતા રડતા હોઈ તેણે કરેલી પૂછપરછમાં તેને પોતાની 14 વર્ષ 11 માસ ની સગીર વયની ઉંમરની મોટી પુત્રી કોઈને કશું જણાવ્યા વગર કશે ચાલી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેની શોધખોળ દરમિયાન સગીરાને તેમની સોસાયટીમાં રહેતા એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યુ હતુ.

પ્રેમી યુવક સાહિલ જગપત કુશવાહ ના ઘરે તપાસ કરતાં તેનું ઘર બંધ હતુ. પિતા પોતાની પુત્રીને શોધતા રહ્યા હતા. તેવામાં અચાનક બે દિવસ પહેલા તારીખ ૭મી એ તેની પુત્રી પાછી આવી હોવાનું જણાયુ હતું. પોતાની સગીર પુત્રી સાથે વાતચીત કરતા પુત્રીએ પ્રેમ સબંધ હોવાના નાતે લગ્નની લાલચ આપી તેને સાહિલ ભગાડી ગયો હતો અને ઉત્તર પ્રદેશમાં તેના વતનમાં તેને ફાવટ ના આવતા અને પૈસા ખૂટી પડતા તેઓ બારડોલી પાછા ફર્યા હતા. સગીરાના પિતાએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...