તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:13 વર્ષની તરૂણીને ભગાડી જનાર રાજસ્થાનથી પકડાયો

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાના ખોલવડ ગામ આસપાસમાં રહેતી 13 વર્ષની સગીરા અને 20 વષઁનોં રાજસ્થાની યુવાન મોતીલાલ ધનાજી મીણા ખોલવડ ગામની હદમાં આવેલ અમૃતનગર ઓધોગિક વિસ્તારનાં કારખાનામાં સાથે કામ કરતા બંનેની આંખ મળી જતા તા.5મી મેંનાં રોજ યુવાન લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી સગીરાને રાજસ્થાન ભગાડી ગયો હતો.

જેથી સગીરાની માતાએ કામરેજ પોલિસ મથકમાં યુવાન વિરુધ સગીરાનાં અપહરણની ફરિયાદ આપતા ઇપીકોં ૩૬૩ ૩૬૬ ૨૭૬ (૨) ૩૭૬ (૩) તથા પોકસો એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી. બાદમાં સગીરા પરત આવી ગઇ હતી. પરંતુ યુવક પોલિસ પકડથી દુર હોય કામરેજ પોઇ. એમ એમ ગીલાતરનાં સુચન હેઠળ પી.એસ.આઇ.એ એચ છૈયા તથા અપોકોં પૃથ્વીરાજ ગગજી તથા એલઆર રૂડા ભુરાભાઇની ટીમ રાજસ્થાન જઇ બલુઆ ગામ તા.શારદા જી ઉદેપુર રાજસ્થાનથી તા ૧૨ા૬ા૨૧ નાં પકડી લાવી હતી.

અન્ય સમાચારો પણ છે...