વૃદ્ધો માટે વિશિષ્ટ વ્યવસ્થા:મહુવાના માંગરોલીયા ગામના 100 વર્ષીય વૃદ્ધાએ ઘરેથી જ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું; વહીવટી તંત્ર દ્વારા કરાઈ વ્યવસ્થા

બારડોલી15 દિવસ પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના મતદાનના પ્રથમ તબક્કાને લઈને આ વખતે સિનિયર સિટીઝનો માટે મતદાનની અલગ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાની મહુવા વિધાનસભામાં આજે 80 વર્ષથી ઉપરના મતદારોનું બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. બારડોલી તાલુકાના માંગરોલીયા ગામના 100 વર્ષીય વૃદ્ધાએ બેલેટ પેપેર દ્વારા મતદાન કર્યું હતું.

રાજ્યમાં આગામી પહેલી ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આ વખતે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા દરેકમાં દરેક વ્યક્તિ મતદાન કરી શકે એ હેતુ સાથે કેટલાક આયોજનો કરવામાં આવ્યા છે. જે આયોજન પૈકી જે મતદારો 80 વર્ષથી વધુ ઉંમરના છે. અથવા તો શારીરિક રીતે અશક્ત હોય એવા મતદાઓના ઘરે જઈને પણ તંત્ર મતદાન કરાવવાની તૈયારી કરી રહી છે. જેના ભાગરૂપે મહુવા વિધાનસભામાં સમાવિષ્ટ બારડોલી તાલુકાના માંગરોલીયા ગામે 100 વર્ષીય વૃદ્ધાએ આજે મતદાન કર્યું હતું .

બારડોલી તાલુકાના માંગરોલીયા ગામના વાલીબેન કેશવભાઈ પટેલના ત્રીજી જાન્યુઆરીએ સો વર્ષ પૂર્ણ થનાર છે .અને સો વર્ષ પૂર્ણ કરીને 101માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. ત્યારે આજે મહુવા વિધાનસભાના ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનાર અધિકારીઓ માંગરોલીયા ગામે પધાર્યા હતા. અને વૃદ્ધા વાલીબેનને બેલેટ પેપર આપી ચૂંટણી પ્રક્રિયાની સમજ આપી અને મતદાન કરાવ્યું હતું..

અન્ય સમાચારો પણ છે...