તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વચ્છ પાણી:સમગ્ર જિલ્લામાં 3,70,358 નળ જોડાણ આપીને 92.76 ટકા કામગીરી પૂર્ણ

બારડોલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 ગામોના 3755 ઘરોને આવરી લેતી પીવાના પાણીની યોજના મંજૂર

સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ(વાસ્મો)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ‘જલ જીવન મિશન’ અંતર્ગત જિલ્લાના 10 ગામોની 3755 ઘરોને આવરી લેતી રૂા.27.04 કરોડના ખર્ચે પીવાના પાણીની ગ્રામીણ પેયજળ યોજનાઓને મંજૂરી આપી છે.

બેઠકમાં કામરેજ ગામ, ઉભેળ, માંગરોળ તાલુકાનું મોસાલી અને કોસંબા, ઓલપાડ તાલુકાના કુડસદ, કીમ અને સાયણ, પલસાણા તાલુકાના પલસાણા ગામ, ચલથાણ અને વરેલી મળી કુલ 10 મોટા ગામોમાં પાણી પુરવઠાની યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. જેનાથી આ ગામોની 1,94,257 વસ્તીને સીધો ફાયદો થશે. આ સાથે સમગ્ર સુરત જિલ્લામાં પાણી પુરવઠાની યોજનાઓને 100 ટકા મંજૂરી આપવામાં આવી છે.

જલ જીવન મિશન અંતર્ગત કોઇપણ ગામનું ઘર પાણી માટે નળ જોડાણ વિનાનું ન રહે તે માટે વાસ્મો દ્વારા આયોજન કરાયુંં છે. વાસ્મોના કાર્યપાલક ઈજનેરે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના 513 ગામોમાં 3,70,358 નળ જોડાણ આપીને 93.96 ટકા કામગીરી પૂર્ણ કરી છે. ે 197 ગામોમાં 22250 ઘર જોડાણોની કામગીરી પ્રગતિ હેઠળ છે. જિલ્લા કલેકટરે પ્રગતિ હેઠળની યોજનાઓ ઓકટોબર માસ સુધીમાં પૂર્ણ કરવા અને ક્રોસ વેરિફિકેશન દ્વારા કામગીરીની ચકાસણી કરવા તાકીદ કરી હતી.બેઠકમાં ડીડીઓ ડી.એસ.ગઢવી, સભ્ય સચિવ અને કાર્યપાલક ઈજનેર આર.જી.ચૌધરી, યુનિટ મેનેજર અંકિત ગરાસીયા, એસ.બી.વસાવા, આરોગ્ય અધિકારી ડો.એચ.જે.ચૌધરી, આઈ. સી. ડી. એસ.ના પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન, વાસ્મોના જિલ્લા સંયોજક લવજીભાઈ સોલંકી, ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...