કોરોના સંક્રમણ:જિલ્લામાં 9 પોઝિટિવ સૌથી વધુ બારડોલીમાં 5, એકિટવ કેસ 77

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજરોજ જિલ્લામાં 9 કોરોના પોઝિટિવ નોંધાયા છે. તેમજ એક દર્દીને ડિસ્ચાર્જ ન કરવામાં આવતાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 77 પર પહોંચી છે. સુરત જિલ્લામાં કોરોનાની ગતિ યથાવત રહી છે. ગત બે દિવસ નોંધાયેલા કેસમાં આજરોજ આંશિક ઘટાડો જોવા મળ્યો હતો.

મંગળવારે જિલ્લામાં આજરોજ 9 તાલુકા પૈકી 3 તાલુકામાં કોરોના સંક્રમિત નોંધાયા હતાં. જેમાં સૌથી વધુ 5 બારડોલીમાં નોંધાયા હતાં. જ્યારે કામરેજમાં ત્રણ અને મહુવામાં 1 નોંધાયો હતો. જિલ્લામાં કુલ સંક્રમીતોની સંખ્યા 32314 પર પહોંચી છે. જ્યારે આજરોજ કોરોનાને કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. આજે કોઈ પણ દર્દીને ડિસ્ચાર્જ ન કરવામાં આવ્યો ન હતો. જિલ્લામાં હાલ એક્ટિવ કેસ 77 છે.

અન્ય સમાચારો પણ છે...