કોરોના અપડેટ:સુરત જિલ્લામાં કોરોનાના 16 કેસની સામે 9 ડિસ્ચાર્જ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લામાં નવા 3 કેસ મળ્યા

સુરત જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ત્યારે સોમવારના રોજ 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં બારડોલીમાં 3 , કામરેજમાં 3, ઓલપાડમાં 9 અને પલસાણામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 43221 લોકો પોઝિટિવ થયા છે. જ્યારે આજરોજ એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. 9 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતાં અત્યારસુધીમાં કુલ 42516 દર્દીએ કોરોનાને માત આપી છે. 146 દર્દી સારવાર લઈ રહ્યાં છે.

તાપી જિલ્લામાં પણ સોમવારે 3 સંક્રમિત આવ્યા છે, જેમાંથી જેમાં વાલોડ તાલુકાના દેગામાં ગામેથી તથા વ્યારા તાલુકાના કસવાવ ગામેથી 1 કેસ મળી આવ્યા હતો. જેને લઇ હાલ તાપી જિલ્લામાં એક્ટિવ કેસ 11 થયા છે, આજરોજ ત્રણ દર્દીને રજા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...