તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવઢવ યથાવત:ધો.10ના માસ પ્રમોશનના 20 દિવસ બાદ પણ આગળની ગાઇડ લાઇન જાહેર ન કરાતા જિલ્લાના 84,000 વિદ્યાર્થીઓ મુંઝવણમાં

બારડોલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને લઇ અપાયેલા માસ પ્રમોશન બાદ સરકાર દ્વારા આગળની સ્પષ્ટતા ન કરવામાં આવતાં મુશ્કેલી
  • વિદ્યાર્થીઓને કયા માપદંડને આધારે પ્રવેશ આપવો ? તે અંગે શાળા સંચાલકો પણ દ્વિધામાં

કોરોનાની મહામારીને કારણે સુરત જિલ્લાના એસએસસી બોર્ડના 84,000 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ ત્યારબાદ સરકારે કોઈ ગાઈડલાઈન જાહેર ન કરતાં શાળા સંચાલકો સહિત વિદ્યાર્થી અને વાલીઓ મુઝવણમાં મુકાયા છે. વિદ્યાર્થીઓએ ધોરણ 11, ડિપ્લોમા, આઈટીઆઈ સહિતની ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવો કઈ રીતે સ્પષ્ટ ન કરતાં લોકો ગુંચવાઈ રહ્યાં છે.

વિદ્યાર્થીઓને માસ પ્રમોસનનો સરકારનો નિર્યણને લઈ વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી. પરંતુ ઘણો સમય થઈ ગયો હોવા છતાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ગાઈડલાઈન બહાર ન પાડતાં શાળા સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ શુ કરવું તેની મુઝવણમાં મુકાયા છે. શાળાનું નવુ સત્ર 7 મી જૂનના રોજ શરૂ થતું હોય છે.

ગણતરીના દિવસો બાકી છે, સરકાર દ્વારા ધોરણ 11ના પ્રવેશ અંગે કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવતાં શાળા સંચાલકો મુંઝવણમાં મુકાયા છે. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહ, વાણીજ્ય પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં કયા માપદંડો આધારે પ્રવેશ આપવો તેની સ્પષ્ટતા ન કરવામાં આવતાં શાળા સંચાલકો શું કરવું તે સમજાતું નથી. વાલીઓએ પણ પોતાના વિદ્યાર્થીને ક્યાં પ્રવેશ અપાવવો તે અંગે પણ સરકાર દ્વારા કોઈ માહિતી ન આપવામાં આવતાં વાલીઓ અવઢવમાં મુકાયા છે.

નવા ઓરડા, નવા સ્ટાફની જરૂર પડશે, હજુ સુધી કોઈ ગાઈડલાઈન નથી
એક શાળાના શિક્ષક નામ નહીં આપવાની શરતે જણાવ્યા મુજબ મારી શાળામાં ધો.10ના 5 કલાસ હતા. જ્યારે ધો.11 ના માત્ર 2 કલાસ છે, આવા સંજોગમાં વિદ્યાર્થીઓને સમાવવાનો પ્રશ્ન છે. નવા ઓરડા, નવા સ્ટાફની જરૂર પડશે, જે બાબતે હજુ સુધી કોઈ ગાઈડલાઈન નથી. સૌથી મોટો મૂંઝવણ ભર્યો પ્રશ્ન છે.

શાળામાંથી એલસી પણ આપવામાં આવતી નથી
સરકાર દ્વારા એલસી આપવા અંગે પણ કોઈ સ્પષ્ટ કરી નથી. એલસીમાં શું લખવું તેની ગાઈડલાઈન ન આપવામાં વિદ્યાર્થીઓને શાળામાંથી એલસી પણ આપવામાં આવતી નથી. વિદ્યાર્થી એલસી વગર અન્ય કોઈ સંસ્થામાં એડમીશન લઈ શકતા નથી.

યોગ્યતાને આધારે પ્રવેશ આપવો મુશ્કેલ
ધોરણ 10માં પણ માસ પ્રમોશન આપવામાં આવતાં કયા આધારે વિદ્યાર્થીને પ્રવેશ આપવો. વિદ્યાર્થીનું મૂલ્યાંકન ન થતાં શાળા સંચાલકો માટે કઠીન પરિસ્થિતિ ઊભી થઈ છે.

સરકારે અધવચ્ચે લાવીને છોડી દીધા છે
મારા દીકરાને ડિપ્લોમામાં પ્રવેશ અપાવવો છે પણ કેવી રીતે અપાવવો તે અંગે કોઈ માહિતી નથી. શાળામાંથી એલસી આપી નથી. તેમજ માર્કસીટ પણ આપી નથી. શાળા શરૂ થવાનો સમય થઈ ગયો છે. પણ સરકાર દ્વારા કોઈ યોગ્ય માહિતી પ્રાપ્ત થઈ નથી. બાળકના ભવિષ્યની ચિંતા છે. સરકારે અધવચ્ચે લાવીને છોડી દીધા છે. શું કરવું શું ન કરવું તે પણ સમજણ પડતી નથી. > મહેશ પટેલ, વાલી, બારડોલી

અન્ય સમાચારો પણ છે...