જૂઓ અજગરના બચ્ચાઓનો વિડીયો:મહુવાના કોષ ગામે આવેલ હનુમાન મંદિરમાંથી બે દિવસમાં 8 અજગરનાં બચ્ચા મળી આવ્યા, લોકોમાં ભારે અચંબા સાથે ભયનો માહોલ

બારડોલી17 દિવસ પહેલા
  • અવાર-નવાર અહીં રહેણાંક વિસ્તારોમાં અનેક પ્રજાતીઓના સાપ જોવા મળે છે

મહુવા તાલુકો જંગલથી ઘેરાયેલો વિસ્તાર છે. અલગ અલગ સાપની પ્રજાતી રહેણાંક વિસ્તારમાં દેખાઇ એ ખૂબ સામાન્ય બાબત છે. પરંતુ મંદિરમાંથી બે દિવસમાં 8 અજગરના બચ્ચાઓ પકડાતા લોકોમાં ભારે અચંબા સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો..

બચ્ચાંઓ સાથે અજગર પણ હોવાનું માનાઈ રહ્યું છે
હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે રહેણાંક વિસ્તાર સાપ દેખાવા એ સામાન્ય બાબત છે. પરંતુ મહુવા તાલુકાના કોષ ગામે આવેલ હનુમાનજી મંદિરમાંથી 8 અજગરનાં બચ્ચાઓ મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રવિવારના રોજ 3 અજગરના બચ્ચાં મળ્યા હતા. ત્યારબાદ આજે ફરી 5 અજગરના બચ્ચાઓ મંદિરમાંથી મળી આવતા કુલ 8 બચ્ચાંઓ મળી આવ્યા હતા. અઠવાડિયા પહેલા વરસેલા ધોધમાર વરસાદના કારણે મંદિરના પરિસરમાં બે દિવસ સુધી પાણી ભરાઈ રહ્યાં હતા. જેને કારણે અજગરનાં બચ્ચાંઓ મંદિરમાં ભરાય ગયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અજગરના બચ્ચાંઓ સાથે અજગર પણ હોવાનું માની મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા હનુમાનજી મંદિરે આવતા દર્શનાર્થીઓને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...