તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્ષા કવચ:સુરત જિલ્લામાં 72% વૅક્સિનેશન સંપન્ન, 92 ગામોમાં 100%

બારડોલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરની કેશરકુંજ સોસાયટીમાં સોમવારે યોજાયેલા વેક્સિનેશન કેમ્પમાં ઉત્સાહજનક માહોલ વચ્ચે  મોટી સંખ્યામાં બારડોલીવાસીઓએ રસી મુકાવી હતી. - Divya Bhaskar
બારડોલી નગરની કેશરકુંજ સોસાયટીમાં સોમવારે યોજાયેલા વેક્સિનેશન કેમ્પમાં ઉત્સાહજનક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં બારડોલીવાસીઓએ રસી મુકાવી હતી.
  • જિલ્લામાં 942619 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ અને 234492 લોકોને બીજો ડોઝ અપાઇ ગયો
  • ટ્રાયબલ તાલુકાઓમાં ઓછું વેક્સિનેશન

કોરોનાની બીજી લહેરે જિલ્લામાં ભારે તબાહી મચાવી હતી. આવી હોનારત ફરી ન સર્જાય તે માટે સરકાર દ્વારા વૅક્સિનેશન માટે જોર આપવામાં આવ્યું હતું. વધુને વધુ વૅક્સિનેશન માટે સરકારે વિવિધ પ્રયત્ન હાથ ધરી વેક્સિનેશનને વેગવાન કર્યું છે. જિલ્લામાં 942616 લાભાર્થીને પ્રથમ ડોઝ લઈ લેતા હાલ 72.36 ટકા વૅક્સિનેશન થયું છે. જિલ્લાના 92 ગામોમાં 100 ટકા વેક્સિનેશન થઇ ગયું છે. કોરોનાની ત્રીજી લહેરને ડામવા સુરત જિલ્લા આરોગ્ય વિભાગે પણ કમરકસીને પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. સુરત જિલ્લાના 16મી જાન્યુઆરીના રોજ રસીકરણની કામગીરી શરૂ કરી હતી.

જિલ્લામાં 18 વર્ષથી ઉપરના કુલ 1286691 લાભાર્થી પૈકી 942616પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. એટલે જિલ્લામાં 5મી સપ્ટેમ્બર સુધીમાં 72.32 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે બીજા ડોઝમાં 234492 લાભાર્થીએ લઈ લેતા 18.00ટકા રસીકરણ થયું છે. જિલ્લામાં સૌથી વધુ વૅક્સિનેશન પલસાણા તાલુકામાં 93 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું વેક્સિનેશનન ઉંમરપાડામાં 56 ટકા થયું છે.

હજુ પણ જિલ્લામાં વધુને વધુ વૅક્સિનેશન થાય તે માટે આરોગ્ય વિભાગ ખડે પગે સેવા બજાવી રહ્યું છે. જિલ્લાના કુલ 695 ગામડાઓમાં 92 ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશનનો આંક હાંસલ કરી દીધો છે. ઓગસ્ટ માસમાં વેક્સિનેશનને કામગીરીને વેગ મળતા અત્યાર સુધીનું સૌથી વધુ વૅક્સિનેશન ઓગસ્ટ માસમાં થયું છે.

તાલુકોપ્રથમબીજો
ચોર્યાસી67.0418.88
કામરેજ65.4617.2
પલસાણા93.1119.86
ઓલપાડ89.0727.56
બારડોલી79.1323.83
માંડવી63.7411.31
માંગરોળ68.4611.14
ઉંમરપાડા56.398.46
મહુવા73.0319.39
કુલ72.8317.51

ઓછા વેક્સિનેશવાળા તાલુકા પર ધ્યાન અપાશે
સોમવારે જિલ્લા પંચાયતની સામાન્યસભામાં જે તાલુકામાં ઓછુ વેક્શિનેશન થયું છે તે તાલુકાના જિલ્લા પંચાયત સદસ્યોને તેમના વિસ્તારમાં વધુમાં વધુ વેક્સિનનેશ થાય તે માટે હાંકલ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

100 ટકાનો ટારગેટ પૂર્ણ કરવાની તૈયારી જોરમાં
માંગરોળ, માંડવી અને ઉંમરપાડા જેવા ઓછા વેક્સિનેશન ધરાવતા તાલુકાઓમાં ટીમો બનાવી લોકોને જનજાગૃતી હાથ ધરાશે. જેથી 100 ટકા વેક્સિશન કરાવી શકાય. - ડી. એસ. ગઢવી, ડીડીઓ, સુરત જિલ્લા

અન્ય સમાચારો પણ છે...