ટેસ્ટ:બારડોલી આવેલા 70 NRIના ટેસ્ટ કરાયા જેમાંથી 40 નેગેટિવ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેન્ડિંગ રહેલા 30 ટેસ્ટના રિપોર્ટ ટુંક સમયમાં આવશે

ઓમિક્રોનના સંક્રણમને કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સુરત જિલ્લામાં હાલ એનઆરઆઈઓ વધુ આવતાં હોય તેમની પર આરોગ્ય વિભાગની ચાપતી નજર છે. બારડોલી તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 70 એનઆરઆઈઓના ટેસ્ટ કર્યા છે. જેમાં 40ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે અન્ય 30ના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું જાણવા મળેલ છે.

બારડોલી તાલુકો એનઆરઆઈ પ્રદેશ તરીકે જાણીતો છે. નવેમ્બર- ડિસેમ્બરમાં એનઆરઆઈઓ મોટી સંખ્યામાં વતનમાં આવે છે. ગત વર્ષોમાં કોરોના સંક્રમણને કારણે આવી શક્યા ન હતાં. જ્યારે આ વર્ષે મોટી સંખ્યામાં એનઆરઆઈઓ વતનમાં આવ્યા છે. જ્યારે હાલ કોરોનાનો આવેલો નવો વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત છે.

ડબ્લ્યુએચઓએ ઓમિક્રોનવાળા 13 દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. જે દેશોમાંથી આવેલા ભારતીયોનો પહેલા ટેસ્ટ કરવામાં આવે છે. જે પૈકી બારડોલી તાલુકામાં 129 એનઆરઆઈઓ આવ્યા છે. જે પૈકી 70ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 40ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 30ના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું બારડોલી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...