તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેકોર્ડ:7 બાળકીઓએ 15 કલાક રિવર્સ સ્કેટિંગ કરી નવો રેકોર્ડ બનાવ્યો

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ પહેલા આઠ કલાકનો રેકોર્ડ હતો જેને તોડી નવો રેકોર્ડ

બારડોલીની 7 દિકરીઓએ રિવર્સ15 કલાક સ્કેટિંગ રિલે કરી એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. 7થી 12 વર્ષ સુધીની બાળાઓએ વારાફરતી રિવર્સ સ્કેટિંગ કરી આઠ કલાકના રેકોર્ડને તોડ્યો છે.બારડોલીમાં સ્કેટિંગ કલાસ ચલાવતા યુવાને બાળકીઓને આ રેકોર્ડ બનાવવા માટે તૈયાર કરી હતી. આ હાઈરેન્જ વર્લ્ડ રેકોર્ડ માટે શનિવારે સવારથી બારડોલીની સર્વોદય નગર સોસાયટીના હોલમાં રિવર્સ સ્કેટિંગની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 7થી 12 વર્ષની બાળકીઓએ વારાફરતી 15 કલાક સુધી રિવર્સમાં સ્કેટિંગ કર્યું હતું. રવિવારે વહેલી સવારે આઠ વાગ્યાથી શરૂઆત કરી હતી, જે રાત્રિના 11 વાગ્યે પૂર્ણ થયું હતું. આમ પંદર કલાક સુધી એક પછી એક રિવર્સ સ્કેટિંગ કર્યું હતું

રેકોર્ડનું શરૂઆત કરી ત્યારે તેમણે 12 કલાકના રેકોર્ડ કરવાનું નક્કી કર્યું હતું. આથી સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી સ્કેટિંગ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાત્રે આઠ વાગ્યા બાદ પણ સાતે બાળકીઓનો ઉત્સાહ જોતાં તેમણે સ્કેટિંગ ચાલુ જ રાખ્યું હતું અને રાત્રિના 11 વાગ્યે આ સ્કેટિંગ પૂર્ણ કરી 15 કલાકનો રેકોર્ડ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આયોજકે જણાવ્યુ હતું કે આ પહેલા આઠ કલાકનો રેકોર્ડ હતો જેને તોડીને અમે આ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો