ક્રાઈમ:માણેકપોર પાસેથી યુવકનું અપહરણ કરનારા 7ની રાજસ્થાનથી ધરપકડ

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અપહરણમાં મદદગારી કરનાર અન્ય એક આરોપીને કામરેજથી પકડ્યો

બારડોલીના માણેકપોર ચેકપોસ્ટ પરથી ચીખલીના યુવકનું કારમાં અપહરણ કરી મારમારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, અને 2 લાખની માંગણી કરી હતી. આ ગુનામાં અપહરણ કર્તાઓ ભાગી ગયા હતા. જેમાં એસઓજી પોલીસને મળેલ બાતમી આધારે રાજસ્થાનથી 7 ઇસમોને પકડી પડ્યા હતા, જ્યારે મદદગારી કરનાર અન્ય એક ઇસમને કામરેજથી ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં 8ની ધરપકડ કરવામાં આવી હતી.

નવસારી જિલ્લાના ચીખલી દર્શન સોસાયટીમાં રહેતા મહાવીર હરખચંદ જૈનને બારડોલીના માણેકપોર ચેકપોસ્ટ પરથી 2 કારમાં આવેલા 8થી વધુ લોકો દિવસના અપહરણ કરી કારમાં જ મારમાર્યો હતો. અને છોડવા માટે 2 લાખની માંગણી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જે ઘટનામાં બારડોલી પોલીસમાં ફરિયાદ આપતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકનું અપહરણની ઘટના બાદ અપહરણકર્તાઓ ભાગી ગયા હતા. આ અંગે મોબાઈલ એનાલિસિસ સહિત પોલીસ કાઢી તપાસ હાથ ધરી હતી. જેમાં સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, અપહરણ કર્તાઓ રાજસ્થાન હોવાની જાણકારી આધારે બાડમેર જિલ્લાના શેડવાના બમનોર ગામે એસઓજી પોલીસ પહોંચી 7 ઇસમોની ત્યાંથી ધરપકડ કરી લાવી હતી. જ્યારે અન્ય એક મદદગારી કરનારની કામરેજથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અપહરણના ગુનામાં 8ની ધરપકડ કરવામાં આવી હતી.

અપહરણના ગુનામાં પકડાયેલા ઈસમો

  • ભરત રાહ્યાભાઈ ભડીયાદરા (પીપોદરા)
  • જય ઉર્ફે નાગરાજ રમેશભાઈ પટેલ (ઉંભેળ)
  • ભરત શિવદાસ વૈષ્ણવ (નવીપારડી)
  • જગદીશ ઉર્ફે જગો રાહાભાઈ ભરવાડ (બારડોલી)
  • રસિક છગનભાઈ વણપરીયા (નનસાડ પાટીયા)
  • જયેશ રણછોડભાઈ સાટીયા (કામરેજ)
  • રફીક ઇદાભાઈ છચર (ઝાખરડા)
  • રોશન બહાદુર સુમરા (નવીપારડી)
અન્ય સમાચારો પણ છે...