સર્વેક્ષણ કસોટી:જિલ્લામાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષાના વિરોધ વંટોળ વચ્ચે કુલ 4326 પ્રાથમિક શિક્ષકોમાંથી 68.65 ટકા જોડાયા

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લામાં યોજાયેલી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે પરીક્ષા આપી રહેલા શિક્ષકો. - Divya Bhaskar
સુરત જિલ્લામાં યોજાયેલી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે પરીક્ષા આપી રહેલા શિક્ષકો.
  • યોજાયેલી કસોટી પાછળનો હેતુ શિક્ષકો જે વિષયમાં નબળા હોય, તે વિષયની તાલીમ મળે તો બાળકોને યોગ્ય શિક્ષણ મળે
  • બારડોલીમાં 498, જ્યારે ઉમરપાડામાં માત્ર 13 શિક્ષકોએ જ પરીક્ષા આપી

સુરત જિલ્લામાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીની પરીક્ષા મંગળવારના રોજ યોજવામાં આવી હતી, જેમાં પરીક્ષાના વિરોધ વચ્ચે જિલ્લાના કુલ 4326 પ્રાથમિક શિક્ષકોમાંથી 2970 શિક્ષકોએ પરીક્ષા આપી હતી. જિલ્લામાં માત્ર 68.65 ટકા શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં બારડોલી તાલુકામાં 509 શિક્ષકો પૈકી 498 શિક્ષકોએ કસોટીમાં ભાગ લીધો હતો. જ્યારે પલસાણા તાલુકામાં માત્ર 30 અને ઉમરપાડા તાલુકામાં 13 શિક્ષકો જ પરીક્ષામાં બેઠા હતા. પરીક્ષા મરજિયાત હોવાની જાહેરાતના પગલે અમુક તાલુકાના શિક્ષકોએ સજ્જતા કસોટીમાં ભાગ લીધો ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની પરીક્ષા લેવાની જાહેરાત થતા શિક્ષકોમાં ડર જોવા મળી રહ્યો હતો. જેને લીધે રાજ્યભરના શિક્ષકોમાં પરીક્ષા બાબતે વિરોધ નોંધાવાયો હતો, શિક્ષણ વિભાગના આ કસોટીનું આયોજન પાછળનો મુખ્ય હતું, શિક્ષકો જે વિષયમાં નબળા હશે, તેવા શિક્ષકોને તે વિષયની તાલીમ આપી, બાળકોને યોગ્ય શિક્ષણ આપવા માટે સજ્જ કરવા માટે આયોજન કરાયું હતું. બીજી તરફ શિક્ષકોમાં એવો ડર હતો, કે જે શિક્ષકોના ઓછા માર્ક આવે તેવા શિક્ષકોને ઇનક્રિમેન્ટ કે પ્રમોશનનો લાભ ન મળી શકશે. જેથી શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હોવાનો પણ ગણગણાટ હતો.

ત્યારે રાજ્ય શિક્ષણ વિભાગે આ પરિક્ષા મરજિયાત હોવાનું જાહેર કરાયું હતું. જેથી જિલ્લાના તાલુકાઓમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરિક્ષાને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. બારડોલી તાલુકાનાં 509 શિક્ષકો માટે મંગળ વારના રોજ બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન યોજાયેલ પરીક્ષા માટે 11 સેન્ટરો રાખવામા આવ્યા હતા. જેમાં 498 શિક્ષકો વિદ્યાર્થીની ભૂમિકામાં પરીક્ષા આપતા જોવા મળ્યા હતા. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટેની પરીક્ષા ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. જોકે, હવે કેટલા શિક્ષકોએ તાલીમ લેવી પડશે, એ પરિણામ બાદ જ સ્પષ્ટ થશે.

કયા તાલુકામાં કેટલા શિક્ષકોએ સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લીધો

તાલુકોકુલહાજર
બારડોલી509498
ચોર્યાસી394209
કામરેજ456416
મહુવા471304
માંડવી685657
માંગરોળ596417
ઓલપાડ518426
પલસાણા29930
ઉમરપાડા39813
કુલ43262970
અન્ય સમાચારો પણ છે...