ધરપકડ:કામરેજથી ટ્રકમાં ખીચોખીચ ભરેલા 67 પાડીયા પકડાયા

નવાગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનની ટ્રકમાં પશુઓ પકડાયા
  • કુલ 10.35 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવર, ક્લિનરની અટક

કતલખાને લઇ જવાતા પશુઓ ભરેલી ટ્રક કામરેજ ટોલનાકાથી પસાર થવાની હોવાની ગૌરક્ષકોને મળેલ બાતમીથી તા.7મી જૂનના રોજ સવારે 9.30 કલાકે કામરેજનાં ચોર્યાસી ગામની સીમમાંથી પસાર થતાં મુંબઇથી અમદાવાદ જતાં ને હા. 48 પર ટાટા અંબિકાના શો રૂમની સામેથી પસાર થતી રાજસ્થાન પાસીંગની ટ્રક નં (RJ- 22 6A- 5217) રોકી તપાસ કરતાં ટ્રકનાં પાછળનાં ભાગેથી ખીચોખીચ ભરેલા 58 નંગ પાડા તથા 9 પાડી મળી કુલ 67 નંગ પાડા પાડી મળી આવ્યા હતા.

ટ્રકમાં બેઠેલા બે ઈસમને પણ પકડી લઇ કામરેજ પોલીસને જાણ કરતા પોલીસે બંનેની પૂછપરછ કરતા ચાલકનું નામ અસલમ ખાન શૌકતઅલી સિપાહી (47) તથા કલીનરનુ નામ રમજાન ફનેખાન (બંને રહે. મીરાસી મહોલ્લો નગીના મસ્જીદ પાસે સોજત રોડ થાના સોજત જી પાલી રાજસ્થાન)નાં હોવાનુ જણાવ્યું હતું. તેમજ એક પશુની કિં.5000 રૂપિયા લેખે 67 પશુનાં 3,35,000રૂપિયા તથા ટ્રકની કિં 7 લાખ મળી કુલ 10,35,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વગર પાસ પરમીટે પશુ વહન કરી પશુ ક્રુરતા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...