કાર્યવાહી:ઘાસના પૂળિયાની આડમાં લઇ જવાતાં 65 હજારના લાકડાં ઝબ્બે

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગે પીછો કરી રૂપણ પાસેથી પિકઅપ ઝડપી

માંડવી તાલુકાના રૂપણ ગામ પાસેથી ઘાસના પૂળિયાની આડમાં લાકડાં સંતાડીને લઇ જતી પિકઅપ ઝડપી પડાઇ છે. માંડવી વન વિભાગના દક્ષિણ રેન્જના સ્ટાફે અલગ અલગ ટીમ બનાવીને પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. તે દરમ્યાન બાતમી મળી હતી કે, ફેદરીયાથી માંડવી રોડ પર બોલેરો પિકઅપ વાહનમાં સીંગલવાણ ગામમાંથી અલગ અલગ ઘરેથી સાગી ચોરસા ભેગા કરી ઘાસના પૂડિયાઓ નીચે સંતાડી લઈ જવામાં આવી રહી છે.

જેને આધારે વાહન નં.GJ 19-1X-8353 નો પીછો કરતા રૂપણ ગામે બસ સ્ટેન્ડ પાસે ગાડી પકડી પાડેલ અને આરોપી ડ્રાઈવર મનહરભાઈ રમણભાઈ ચૌધરી (રહે.સામરકુવા), સાથીદાર સલિમભાઈ માનસીંગ વસાવા (રહે.સીંગલવાણ) ને ખેતરમાં ભાગી જતા ચાર થી પાંચ ખેતર સુઘી દોડી પીછો કરી ઝડપી પાડેલ હતા. સદર વાહનની તપાસ કરતા સાગી ચોરસા મળી આવેલ હતા. જેથી ભારતીય વન અધિનિયમ-1927 ની કલમ 412(બ) હેઠળ વાહતુકનો ગુનો નોંધી વાહન જપ્ત કરી ખેડપુર ડેપો ખાતે જમા કરેલ છે.

પકડાયેલ આરોપીઓની પૂછતાછ દરમ્યાન જાણવા મળેલ કે મુદ્દામાલ સામરકુવા ગામેથી (સોનગઢ તાલુકો) આરોપી નંબર-૧ ના ઘરેથી વાહનમાં ભરી અને મોસાલી ગામે (માંગરોળ તાલુકા) આપવાના હતા એમ જણાવેલ હતું. ગુનાકામે પકડાયેલ વાહન બોલેરો પિકઅપ નં. GJ-19-IX-8353 માં સાગી ચોરસા નંગ-50 ઘ.મી. 1.810 ભરી વાહતુક કરતા જપ્ત કરવામાં આવેલ છે. જેની રકમ રૂા.65,518 અને અંદાજીત વાહન રકમ રૂા.4,00,000 છે. જેના મુદ્દામાલ અને વાહનની અંદાજીત બજાર કિંમત રૂા. 4,65,518/– થવા પામેલ છે. જેનો પીપલવાડા રાઉન્ડમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...