ખેતી વિભાગના અધિકારીઓએ કડોદરા ખાતે એક ડાંઈગ મિલમાં રેડ કરતા મિલ માંથી જુદુજુદી 7 કંપનીઓની 74 બેગ માંથી ખેત વપરાશમાં લેવાતું રસાયણિક યુરિયા ખાતર મળી આવ્યું હતું ખેતી વિભાગના અધિકારીઓએ કડોદરા પોલીસ મથકમાં કંપનીના 3 જવાબદાર વ્યક્તી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
પલસાણા તાલુકા પંથકના અંદાજીત 100થી વધુ માત્ર ડાંઇગ મિલો છે.આ ડાંઇગ મિલોના કોટર પ્રિન્ટમાં કલર સોફ્ટ કરવા માટે તેમજ કોટન કાપડમાં ફીકસેશન લાવવા માટે યુરિયા ખાતર વાપરવામાં આવે છે. અહીંની કેટલીક મિલોમાં આવી હતી. અધિકારીએ બાબતે મેનેજરને પૂછપરછ કરતા યોગ્ય જવાબ નહિ આપતા અધિકારીએ જુદી જુદી 7 કંપનીઓની ખાતરની ગુણ માંથી ખાતર કાઢી ચકાસણી અર્થે બારડોલી ખાતર ચકાસણી પ્રયોગ શાળામાં મોકલી અપાયું હતું અને ખાતરની તમામ બેગો સિઝ કરી ખેતી વિભાગના અધિકારીઓએ કડોદરા પોલીસ મથકમાં મિલમાં જવાબદાર વ્યક્તિ મિલના એમ.ડી.બીનીત કુમાર સુલ્તાનીયા તેમજ શુભમ કનોડિયા અને સંજય કુમાર અગ્રવાલ વિરુદ્ધ રસાયણિક ખાતર નિયંત્રણ ધારા હેઠળ અગાઉ પણ યુરિયા ખાતર પકડાઈ ચૂક્યું છે.
ગત શુક્રવારેના રોજ સુરત ખેતી નીયામ અધિકારી તેમજ પલસાણા વિભાગના અધિકારીએ બાતમી આધારે કડોદરા ખાતે ગબબર વાળી માતાના મંદિરની ગલીમાં આવેલ ગણેશલક્ષ્મી મિલની પાછળ આવેલ બ્લોક નંબર 176/P ઇમેપેરિયલ ડાંઇગ મિલમાં રેડ કરતા ત્યાં સ્ટોર રૂમના મુકેલી જુદી જુદી 7 કંપનીની ઔદ્યોગિક વપરાશ માટેની કેમિકલ યુક્ત ખાતરની ચકાસણી કરતા ખેત વપરાશ માટેનું નિમ કોટેડ યુરિયા તેમજ પોટાશ ખાતરની 64 બેગ મળી તેમજ કોપીરાઈટ એકટ હેઠળની ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.