તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:કામરેજમાં રામકબીર કોલેજની દીવાલ પર 64 કલાકારોએ વિવિધ પેઇન્ટિંગથી કર્યો શૃંગાર

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કામરેજમાં રામકબીર કોલેજની દીવાલ પર 64 કલાકારોએ 52 કિલો કલરથી વિવિધ પેઇન્ટિગથી શૃંગાર કર્યો. - Divya Bhaskar
કામરેજમાં રામકબીર કોલેજની દીવાલ પર 64 કલાકારોએ 52 કિલો કલરથી વિવિધ પેઇન્ટિગથી શૃંગાર કર્યો.
 • દક્ષિણ ગુજરાતમાંથી કુલ 64 કલાકારોએ ભાગ લીધો,52 કિલો કલરનો ઉપયોગ

કામરેજ ખાતે આવેલ રામકબીર કોલેજ કેમ્પસમાં ચિત્ર શિક્ષક મહા મંડળ ગુજરાત રાજ્ય દ્વારા વોલ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન રવિવારે રાખવામાં આવ્યું હતું. ભારતીય વિદ્યામંડળ તથા ચિત્રશિક્ષક મહામંડળ સંયુકત ઉપક્રમે રામકબીર કોલેજ કેમ્પસ, કામરેજ ચાર રસ્તા, બાળભવનથી કોલેજ સુધીનો અભ્યાસ કરાવતી વિશાળ સંસ્થામાં પર્યાવરણ અને સમાજ સુધારણા અંતર્ગત બેટી બચાઓ, બેટી પઢાઓ ,વધુ વૃક્ષ વાવો, કોરોના અંગેની જાગૃતિ, સ્ત્રી ભૃણ હત્યા રોકવી, કન્યા કેળવણી તથા સ્વચ્છતા અભિયાન વિષય પર દિવાલ ઉપર પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,

દક્ષિણ ગુજરાતમાંથી કુલ 64 કલાકારોએ ભાગ લીધો,52 કિલો કલરનો ઉપયોગ
દક્ષિણ ગુજરાતમાંથી કુલ 64 કલાકારોએ ભાગ લીધો,52 કિલો કલરનો ઉપયોગ

જેમાં દક્ષિણ ગુજરાતમાંથી કુલ 64 ચિત્રકલામાં રસ ધરાવનાર બાળકો, શિક્ષકભાઈઓ અને બહેનો, ચિત્રકારો વગેરે કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં 52 કિલો કલરનો ઉપયોગ કરી અલગ અલગ પેંટિંગ બનાવ્યા હતા. આ કાર્યક્રમમાં કલાકારોને પ્રોત્સાહિત કરવા અમિતભાઈ બંસીવાલ (કામરેજ ચાર રસ્તા ) તરફથી રોકડ દાન તથા ભારતીય વિદ્યામંડળ દ્વારા રંગોનો ખર્ચ તથા જરૂરી તમામ સગવડો પૂરી પાડી કલાકારોને સન્માનપત્રો આપી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન રામકબીર મા.શાળાના કલા શિક્ષક અનિલભાઈ તથા સહયોગી ક્લાશિક્ષકમિત્રો પ્રવીણભાઈ અને અશોકભાઇના સહકારથી પૂર્ણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો