તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં નવા 37 પોઝિટિવ સામે 61 નેગેટિવ, એક મોત

બારડોલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ કોરોનાના 849 દર્દી સારવાર હેઠળ

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ કેસમાં ઘટાડો નોંધાતા આજરોજ જિલ્લામાં 37 પોઝિટિવ સામે 61 નેગેટિવ નોંધાયા હતાં, અને એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સુરત જિલ્લામાં કોરોના સંક્રમણમાં બુધવારે ગતરોજ કરતાં વધુ 7 પોઝિટિવ નોંધાયા હતાં. બુધવારના રોજ સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 37 કોરોના સંક્રમીત નોંધાયા હતાં.

જેની સાથે 31736 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે આજરોજ માંડવીના સઠવાવ ગામની 45 વર્ષીય મહિલાનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે 61 વ્યક્તિએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં 30413 લોકોએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં મરણાંક 474 પર પહોંચ્યો છે. હાલ 849 લોકો હાલ સારવાર લઈ રહ્યાં છે.

બુધવારે નોંધાયેલા કેસ

તાલુકોઆજેકુલ
ચોર્યાસી55091
ઓલપાડ44211
કામરેજ85857
પલસાણા43547
બારડોલી35051
મહુવા102338
માંડવી22178
માંગરોળ13152
ઉંમરપાડા0311
કુલ3731736

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...