ત્રીજી લહેરની દસ્તક:સુરત જિલ્લામાં 7 મહિના બાદ ફરી 1 દિવસમાં 60 કેસ

બારડોલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોથા દિવસે પણ બારડોલી તાલુકામાં સૌથી વધુ 18 કેસ મળ્યા, એક માત્ર ઉંમરપાડાને બાદ કરી તમામ તાલુકામાં કોરોના દેખાયો

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણે રફતાર પકડી છે. છેલ્લા ઘણા દિવસોથી કેસમાં વધારો નોંધાય રહ્યો હતો, પરંતુ બુધવારના રોજ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં 60 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. 7 મહિના બાદ આટલા આટલા મોટા પ્રમાણમાં પોઝિટિવનો આંકડો નોંધાયો છે. આ અંગે તંત્ર ગંભીરતા દાખવી યોગ્ય પગલાં ભરે એ જરૂરી બન્યું છે. જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. બુધવારના રોજ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસમાં વિસ્ફોટ થયો હોય તેમ 60 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગતરોજ કરતાં 6 ઘણા કેસ નોંધાયા છે. ગતરોજ માત્ર 9 પોઝિટિવ નોંધાયા હતાં. જ્યારે આજે 60 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જે સાત મહિના બાદ આટલા મોટા પ્રમાણમાં નોંધાયા છે. ગત 2-6-2021ના રોજ 75 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જિલ્લામાં કુલ સંક્રમીતોની સંખ્યા 32274 થઈ છે. જ્યારે આજરોજ કોરોનાને કારણે કોઈપણ દર્દીનું મોત નીપજ્યું નથી. જ્યારે જિલ્લામાં માત્ર એક દર્દીની ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 31750 લોકોએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં એક્ટિવ કેસ વધીને 136 થયા છે.

કોરોના સામે કલેકટરનો એક્શન પ્લાન રેડી જિલ્લામાં ટેસ્ટીંગ વધારી અઢી હજાર કરાયું
જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા માટેની જિલ્લામાં તૈયારીએ કરી દેવામાં આવી છે. મંગળવારે જિલ્લાની હોસ્પિટલમોમાં ઓક્સિજન પ્લાન્ટ તેમજ અન્ય સાધનોનું ટેસ્ટીંગ કરી દેવામાં આવ્યું છે. જિલ્લામાં ધનવંતરી રથની સંખ્યા 18થી વધારીને 40 કરી દેવામાં આવશે. જિલ્લામાં ટેસ્ટીંગ પર ભાર મૂકવામાં આવશે અને દરરોજ 2500 જેટલા ટેસ્ટીંગ કરવામાં આવશે.જિલ્લા પંચાયતની 25 અને નવી સિવિલ હોસ્પિટલમાં 40 સ્ટાફની હંગામી ભરતી કરવામાં આવશે. જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા હવે રોજેરોજ કોર કમિટિની મીટીંગ મળશે. સુરત જિલ્લામાં ચાલી રહેલા ટેસ્ટીંગની સામે પોઝીટીવ કેસની સંખ્યા માત્ર 1 ટકા જેટલીજ છે.

કડોદ હાઈસ્કૂલમાં 2 વિદ્યાર્થી અને 1 શિક્ષક પોઝિટિવ આવતાં શાળા બંધ
તાજેતરમાં મળી રહેલા કોરોના સંક્રમણના દર્દીઓમાં વિદ્યાર્થીઓનો સમાવેશ થતાં વાલીઓ ચિંતામાં મુકાઈ રહ્યાં છે. જિલ્લામાં કેટલાઓ વિદ્યાર્થીઓ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે બારડોલી તાલુકાના કડોદ ખાતે આવેલ ધી કડોદ હાઈસ્કૂલમાં બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોવિડ પોઝિટિવ આવ્યા છે. જે અંગેની જાણ શાળા સંચાલકોને થતાં શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી શાળા રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

તાપી જિલ્લામાં નવા 2 કેસ
તાપી જિલ્લામાં કોરોના દર્દીઓમાં આજે તા.5 મી જાન્યુઆરીના દિવસે તાપી જિલ્લામાં 2 કેસો પોઝિટિવ આવ્યા છે જેમાંથી વચલું ફળિયું રાનવેરી, તા.વાલોડ ખાતે રહેતા 50 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે, રાયક્વાડ સ્ટ્રીટ, વ્યારા ખાતે રહેતા 78 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે. મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના અન્ય 5 તાલુકાઓમાં કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ આજના દિને નોંધાયો નથી, કોરોના પોઝિટિવ આવતા હાલ 19 એક્ટિવ કેસ તાપી જિલ્લામાં છે.

અન્ય સમાચારો પણ છે...