સિદ્ધી:બારડોલીના 6 વર્ષીય નિલાંશે ફાસ્ટેસ્ટ સ્કૂલ બેગ પેક કરીને નવો ગિનીસ રેકોર્ડ બનાવ્યો

બારડોલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગીનીસ બુકમાં નામ નોંધાવનાર નિલાંશ. - Divya Bhaskar
ગીનીસ બુકમાં નામ નોંધાવનાર નિલાંશ.
  • માત્ર 18:22 સેકન્ડમાં સ્કૂલ બેગ પેક કરી નવું કિર્તિમાન સ્થાપિત કર્યું

બારડોલીના 6 વર્ષીય નિલાંશ નિલય દેસાઈ એ માત્ર ૧૮:૨૨ સેકન્ડ માં ગિનીસ વર્લ્ડ રેકોર્ડે બનાવીને પોતાનું નામ ગિનીસ બુકમાં નોંધાવ્યુ છે.નિલાંશ દેસાઈએ માત્ર ૧૮:૨૨ સેકન્ડમાં ફાસ્ટેસ્ટ સ્કૂલ બેગ પેક કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ રેકોર્ડે ગિનીસ બુકમાં 14 વર્ષીય બાળક દ્વારા ૧૯:૫૨ સેકન્ડમાં બનાવ્યો હતો એજ રેકોર્ડને માત્ર 6 વર્ષીય નિલાંસ દેસાઈએ ૧૮:૨૨ સેકન્ડ માં તોડીને એક નવો રેકોર્ડ પોતાના નામે ગિનીસ વર્લ્ડ બુક માં સ્થાપિત કર્યું. આટલી નાની ઉંમર માં ગિનીસ બુકમાં રેકોર્ડ બનાવનાર માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક માત્ર બાળક છે.

એમના માતા માનસી દેસાઈ અને એમના કોચ શુભમ તિવારી ના જણાવ્યા મુજબ આ રેકોર્ડે માટે એમણે ખુબ જ મહેનત કરી હતી અને માત્ર 7 દિવસ ના ઓછા સમયગાળા મા પ્રેકટીસ કરી આ રેકોર્ડ માટે તૈયાર કર્યાં.આ અગાઉ નિલાંશ દેસાઈએ 4 જેટલા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.નિલાંશ દેસાઈએ 4 વર્ષેની નાની ઉંમરે પોતાના નામે પ્રથમ રેકોર્ડ ઈન્ડિયા બુકમાં નોંધાવ્યો હતો અને ત્યારબાદ 5 વષૅની ઉંમરે વેવબોર્ડ કરી ઇન્ટરનેશનલ વર્લ્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું આટલી નાની ઉંમરે તેઓને ગુજરાત રાજયના મુખ્યમંત્રી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...