મોરીઠા ગામે વરેહ નદીના કિનારે આવેલ સ્મશાન પાસે ખુલ્લામાં જુગાર રમી રહેલા 6ને ઝડપી પડાયા હતા. જ્યારે 2 જુગારી ભાગી છુટ્યા હતા. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે માંડવી તાલુકાના મોરીઠા ગામે વરેહ નદીના કિનારે આવેલ સ્મશાન પાસે ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો છે. માંડવી પોલીસ દ્વારા ઘટનાસ્થળે રેડ કરતા 8 ઈસમો ગોળ કુંડાળું કરી ત્યાં જુગાર રમી રહ્યા હતા. પોલીસને જોઈ 8 પૈકી 2 ઈસમો બાજુમાં આવેલ ખેતરનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. જ્યારે 6 ઈસમોને માંડવી પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા.
ત્યારબાદ દરેકને પોતાનું નામ ઠામ પૂછતા દિનેશભાઈ કરસનભાઈ ચૌધરી (45), (રહે. સાલૈયા), મિતુલભાઈ લાલસિંહ ચૌધરી (34 (રહે. મોરીઠા), મેહુલભાઈ મિલીનભાઈ ચૌધરી (28) (રહે. મોરીઠા), કાર્તિકભાઈ ભાનુરાય મકવાણા (29) (રહે. ઘંટોલી), દિનેશભાઇ છોટુભાઈ ચૌધરી (41) (રહે. સાલૈયા), સુક્કરભાઈ ભીલભાઈ ચૌધરી (48) (રહે. મોરીઠા) જણાવ્યું હતું તેમજ ભાગી ગયેલ ઈસમો વિશે પૂછતાં નિરાવભાઈ શ્રીપતભાઈ ચૌધરી (રહે. ઘંટોલી) , જયેશભાઇ (રહે. ગોળધા) જણાવ્યું હતું.
તમામની અંગ ઝડતી કરતાં તેમજ તમામના મોબાઈલ ફોન થઈ કુલ 5 નંગ મોબાઈલ ફોન, 5 મોટર સાઈકલ અને અન્ય ચીજ વસ્તુઓ થઈ કુલ રૂ. 1,93,940 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. માંડવી પોલીસ દ્વારા તમામ આરોપીઓને માંડવી પોલીસ સ્ટેશન લઇ જઇ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.