તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી વોર્ડ નં. 9 પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:બારડોલીમાં બ્રિજની રેલિંગ પૂરમાં ધરાશયી થયાના 6 મહિના વિત્યા, હજી રિપેરિંગ નહીં

બારડોલી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નં. 9માં રામજી મંદિર પાસે મીંઢોળા નદીનો રેલિંગ વગરનો બ્રિજ જોખમી બન્યો

બારડોલી નગરના વોર્ડ નં. 9 માં રામજી મંદિર પાસે સુરત ધુલિયા હાઈવેને જોડતા માર્ગ પર મીંઢોળા નદી ક્રોસ કરવા માટે નગરપાલિકાએ લો લેવલ પુલ ચોમાસા દરમિયાન પૂરનું પાણી ચઢી જતાં રેલિંગ ઉખાડી ગઈ હતી. જેને 6 માસથી પણ વધુનો સમય વીતવા છતાં પાલિકાના શાશકોએ યોગ્ય મરામત કરાવવામા આવી નથી. સામે પરના રહીશોએ પગપાળા પસાર થવું અકસ્માતરૂપ સાબિત થઈ શકે. વાહન ચાલકો પણ આ સમસ્યા બાબતે રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધીશો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે.

રેલિંગ ઉખડ્યાના 6 માસ પછી પણ મરામત ન કરાતા લોકો રેલિંગ વગરના પુલ પર વાહન વ્યવહાર કરવા માટે મજબૂર બન્યા છે. સ્ટેટ આર. એન્ડ બી. વિભાગ દ્વારા મીંઢોળા નદીના મુખ્ય પુલ પર નદિનમા લોકો કચરો ન નાખે તે માટે પૂલની રેલિંગની ઉપર 5 ફૂટની લોખંડની જાળી લગાવી છે, તો બીજી તરફ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આજ નદી પરના લો લેવલ પૂલની રેલિંગની મરામત માટે વોર્ડ નં.9 ના રહીશો તેમજ વાહન ચાલકો દ્વારા વારંવાર સ્થાનિક નગરસેવક તેમજ નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં છેલા 6 માસથી વધુનો સમય વીતવા છતાં કોઈ કાર્યવાહી કરાઇ નથી.

રહીશો રજૂઆતો કરી કરીને થાક્યા પણ...રેલિંગ તો ફિટ ન જ થઈ
અમે મીંઢોળા નદીના લો લેવલ પૂલની તૂટેલી રેલિંગની મરામત માટે પાલિકામાં વારંવાર રજૂઆતો કરી છતાં કોઈ કાર્યવાહી થઇ નથી અને અમારા વોર્ડના કામો કરવામાં નગરસેવકોની ઢીલી નીતિ રહી છે. ચૂટણીમાં જો અમારા વોર્ડના હાલના નગર સેવક રિપીટ થાય તો ,અમે એમને જાકારો આપશુ. > બિલાલ શેખ, વોર્ડ નં.9ના રહીશ

ખાતરી અપાઇ પણ મરામત શરૂ ન થઇ
સહાઈવેને જોડતો લો લેવલ પૂલની રેલિંગ મરામત માટે પાલિકામાં મોખિક રજૂઆત કરી હતી, અને મરામત થઈ જશે એવી મને ખાતરી આપવામાં આવી હતી. જોકે આ કામ હજુ સુધી થયું નથી. > કલ્પનાબેન પટેલ, પૂર્વ નગરસેવક, બારડોલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો