તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાં અપડેટ:જિલ્લામાં નવા 55 કેસ, રિકવરી ઘટતાં એક્ટિવ કેસ વધીને 558 થયા, સતત 12માં દિવસે કોરોનાથી કોઇ મોત નહીં

બારડોલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જીલ્લામાં રવિવારના રોજ 55 નવા કોરોના દર્દીઓ નોંધાતા કુલ સંક્રમિતોનો આંક 11443 થયો તો નવા 38 દર્દીઓ સાજા થતાં ઘરે પરત ફર્યા જિલ્લામાં કુલ 10604 દર્દીઓ સાજા થયા છે. જિલ્લામાં 558 દર્દીઓ સારવાર હેઠળ રાખવામા આવ્યા છે.

છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી સંક્રમિત થતાં દર્દીઓની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યા છે તો સતત 12માં દિવસે એક પણ દર્દીનુ મોત થયું નથી રવિવારે જિલ્લામાં સૌથી વધુ દર્દીઓ ચોર્યાસી તાલુકામાં 18 નોંધાયા છે જ્યારે ઉમરપાડા તાલુકામાં એક પણ કોરોના દર્દી નોંધાયો નથી.

રવિવારે નોંધાયેલા દર્દી

તાલુકોઆજેકુલ
ચોર્યાસી182219
ઓલપાડ21446
કામરેજ122284
પલસાણા41559
બારડોલી131870
મહુવા2509
માંડવી2516
માંગરોળ2960
ઉંમરપાડા080
કુલ5511443
અન્ય સમાચારો પણ છે...