તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:પહેલા સપ્ટેમ્બરમાં 54 મોત બીજા પિકમાં મેમાં 117 મોત, જિલ્લાના કોરોના કાળના 25 ટકા મોત માત્ર મે 2021માં

બારડોલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેની શરૂઆતમાં 82 ટકા રિકવરી જે અંતમાં 94.12 ટકા

સુરત જિલ્લામાં કોરોનાની બીજી લહેર ભારે ઘાતક સાબિત થઈ છે. એપ્રિલ અને મે માસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતાં. મે માસમાં કોરોના કાળમાં 461 મોત નોંધાયા છે. જેમાં મે માસમાં જ સૌથી વધુ 117 મોત નોંધાયા છે. ગત સપ્ટેમ્બર પિકમાં પણ 54 મોત નોંધાયા હતાં.જિલ્લામાં હાલ કોરોના સંક્રમણની સ્થિતિ મંદ પડી છે. સાથે સાથે રિકવરી રેટ પણ વધ્યો છે. પરંતુ મે માસમાં કોરોનાને કારણે મોતની સંખ્યામાં વધારો નોંધાયો છે. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ છે.

સુરત જિલ્લામાં કોરોના કાળમાં મે સુધીમાં 461 મોત નોંધાયા છે. જેમાં માત્ર મે માસમાં જ 25 ટકા લોકોના મોત નોંધાયા છે. મે માસમાં 117 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. સપ્ટેમ્બર 2020માં પહેલો કોરોનાનો પિક આવ્યો હતો, જેમાં 54 મોત નોંધાયા હતાં. જોકે, કેસ ઘટવાના શરૂ થયા છે પરંતુ મોતની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો નોંધાતો નથી.

જિલ્લામાં કોરોનાકાળમાં કુલ મોત

મહિનોમોત
માર્ચ-20200
એપ્રિલ 20201
મે 20201
જૂન 202014
જુલાઈ 202092
ઓગસ્ટ 202090
સપ્ટેમ્બર 202054
ઓક્ટોબર 202025
નવેમ્બર 20204
ડિસેમ્બર 20204
જાન્યુઆરી20212
ફેબ્રુઆરી 20210
માર્ચ 20211
એપ્રિલ 202156
મે 2021117

મે 2021માં તાલુકાવાર મોતના આંકડા

ચોર્યાસી6
ઓલપાડ15
કામરેજ12
પલસાણા7
બારડોલી21
મહુવા15
માંડવી21
માંગરોળ17
ઉંમરપાડા3

મે માસમાં કોરોના સ્થિતિ

6626 પોઝિટિવ કેસ

9171 રિકવર થયા

2662 ડિસ્ચાર્જ થયા

117 કુલ મોત

મે મહિનામાં રિકવરી રેટ 94 ટકા થયો
મે માસમાં સ્થિતિ સુધરી હતી. 6626 પોઝિટિવ સામે 9171 નેગેટિવ થતાં જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં હતું. 1 મેના રોજ રિકવરી રેટ 82.82 ટકા હતો. જે 31મી મેના રોજ વધીને 94.12 ટકા છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...