આવકમાં ઘટાડો:વરસાદથી બારડોલી ડેપોના 5000 કિ.મીના શિડ્યુલ રદ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેપોની આવકમાં પ્રતિ દિવસ ઘટાડો

દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. વરસાદને લીધે બારડોલી એસટી ડેપોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. બે દિવસથી એસટીના શિડ્યુલમાં 5000 કીલોમીટરના રુટ હાલ બંધ છે, જેને લઈ એસટી વિભાગને પ્રતિ દિવસ 1 લાખ રૂપિયાની આવકમાં ઘટાડો થઇ રહ્યો છે.

સુરત જિલ્લામાં વરસાદી માહોલના લીધે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ અવિરત વરસાદના લીધે જિલ્લાના 28 માર્ગો પાણી ભરાવાને લીધે વાહન વ્યવહાર બંધ છે. જેની અસર બારડોલી ડેપોને પણ થઈ છે. ડેપોના રોજના 27000 કિમીમાંથી 5000 કીમીના રુટ રદ કર્યા છે, જેના કારણે રોજના અંદાજીત 10 એસટી બસોની 1 લાખની આવક અવરજવર ઘટી છે.

ગોધરા, આહવા, સાપુતારા, કુકરમુંડા, રાજપીપળા તરફ જતી એસ.ટી.બસોના રૂટ રદ કર્યા છે. જો વરસાદમાં વધારો થાય તો વધુ રૂટ પણ રદ થવાની શક્યતા રહેલી છે. ત્યારે વરસાદના લીધે બારડોલી એસટી ડેપો પણ પ્રભાવિત થયો છે.

અન્ય સમાચારો પણ છે...