માંગરોળ તાલુકાના 50 ગામો અને ઉમરપાડા તાલુકાના 52 ગામો ને પ્રધાનમંત્રી આદિજાતી આદર્શ ગામ યોજના હેઠળ આવરી લેવાતા માંગરોળ ખાતે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સરપંચો અને સાયલા તાલુકા જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓને વિકાસ કામોનું જલ્દી આયોજન કરવા અનુરોધ કરાયો હતો.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના જન જાતિ મંત્રાલય દ્વારા વિલેજ ડેવલપમેન્ટ માટે ચાલુ વર્ષે ગુજરાત રાજ્યના ચાર જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં સુરત જિલ્લાની પસંદગી થતા માંગરોળ અને ઉમરપાડા તાલુકા 102 ગામોની પ્રધાનમંત્રી આદિજાતિ આદર્શ ગામની પસંદગી કરી આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. દરેક ગામના વિકાસ માટે 20.38 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, જેમાં રોડ કનેક્ટિવિટી, ટેલિકોમ કનેક્ટિવિટી, શાળા આંગણવાડી હેલ્થ સેન્ટર પીવાના પાણી ગટર વ્યવસ્થાપન વગેરે કામો ને પ્રાધાન્ય આપવામાં આવશે.
આ યોજના સંદર્ભમાં માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને સરપંચો અને ચૂંટાયેલા તાલુકા જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપરોક્ત યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ અધિકારી વર્ગ દ્વારા પણ વિકાસ કામોના આયોજન અંગે સરપંચ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વહેલી તકે રામ વિકાસનું આયોજન તંત્ર સુધી પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
મિટિંગમાં તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત ઉપ પ્રમુખ ભરતભાઇ પટેલ કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલ ખાન પઠાણ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.