મેળાની મોજ:આજે બારડોલીના મોતા ગામે યોજાનારા ત્રિપુરારી પુનમના મેળામાં NRI સહિત 50 હજારનો માનવ મહેરામણ ઉમટશે

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના 50થી વધુ NRI પરિવારો પાલખી યાત્રા અને મેળાનો લાભ લેવા વતન પહોંચ્યા

આપણે આખું વર્ષ ભગવાન પાસે જતાં હોય છે, પરંતુ વર્ષમાં એક વખત બારડોલી તાલુકાના મોતાગામે વર્ષો જૂની પરંપરા મુજબ દેવદિવાળીના તહેવારે રાત્રે રામેશ્વર દાદાનો વરઘોડો નીકળે છે. જેમાં દેશ વિદેશમાં સ્થાઇ થયેલા ગામના પરિવાર પણ હાજર રહે છે. પરંતુ આ વખતે ત્રિપુરારી પુનમ કારતક સુદ 14ના રોજ હોવાથી દાદાનો વરઘોડો સોમવારે રાત્રે નીકળશે.

જેમાં ભાગ લેવા વિદેશમાં રહેતા 50 એન આર આઈ પરિવાર ગામમાં આવી ગયા છે. ભગવાન રામેશ્વર મહાદેવ મંદિરેથી પાલખી યાત્રા નીકળ છે. અને ભગવાન નગર ચર્યા કરશે. ગ્રામજનો ભગવાનનું ઉમળકાભેર સ્વાગત કરે છે. ગામમાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગામના દેશમાં તેમજ વિદેશમાં સ્થાયી થયેલા લોકો મેળામાં અચૂક હાજરી આપે છે. બે વર્ષ બાદ યોજાનારો ભવ્ય મેળામાં ચાલુ વર્ષે 50 હજારથી વધુ માનવ મહેરામણ ઉમટવાની શક્યતા છે. ત્યારે ગામમાં મેળાની તળામાર તૈયારીઓ થઈ ગઈ છે.

કોરોના કાળ દરમિયાન કોરોના સંક્રમણ વધવાની દહેશતને લઇ બે વર્ષ માટે મેળાનું આયોજન બંધ રહ્યું હતું. બે વર્ષ બાદ કોરોના સંક્રમણ ઘટતા હવે મેળા માટે છૂટ મળતા જ ચાલુ વર્ષે રામેશ્વર મંદિરે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટવાની શક્યતા છે. 50 જેટલા પરિવારો મેળાની મોજ માણવા અને પાલખી યાત્રાના દર્શન કરવા માટે વિદેશથી વતન આવી ગયા હોવાનું જાણવા મળે છે.

ગામ છોડીને બહાર રહેતા બ્રાહ્મણો કારતક સુદ પૂનમે અચૂક ગામમાં હાજરી આપે છે. બે દિવસ પહેલા જ ગામમાં આવી ગયા છે. ત્યારે હાલ તો મોતા ગ્રામ પંચાયતે ગામમાં મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ હાલાકી નહી થાય એ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.

મેળામાં 300થી વધુ નાના મોટા સ્ટોલ
મોતા ગામે કારતક સુદ પૂનમે ભરાતા મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે ત્યારે યોજાતા મેળામાં 300 થી વધુ નાના મોટા સ્ટોલ વેપારીઓ લગાવે છે તો અવનવી ચકડોળ તેમજ બાળકો માટે વિવિધ રમતો પણ મેળામાં હોય છે દર્શનાર્થીઓ મેળાની પણ ભરપૂર મજા માણે છે.

અન્ય સમાચારો પણ છે...