પાણીની રાહત:ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50 ટકા વધુ વરસાદ, સૌથી વધુ ઉંમરપાડા તાલુકામાં 138 %

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત અને તાપી જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ઓગસ્ટ મહિના સુધી વધુ વરસાદ પડ્યો
  • ​​​​​​​2021માં 31 ઓગસ્ટ સુધી 55.15 ટકા વરસાદ વરસ્યો હતો, 2022માં 104.30 ટકા થઈ ગયો

સુરત જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ ઓગસ્ટની મધ્ય સુધીમાં જ પડી ગયો છે. ગત વર્ષે ઓગસ્ટ માસમાં માત્ર 55 ટકા વરસાદ થયો હતો. જ્યારે આ વર્ષે 100 ટકા વરસાદ પૂર્ણ થયો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઓગસ્ટ સુધીમાં 50 ટકા વધુ વરસાદ પડ્યો છે.

31 ઓગસ્ટ સુધીમાં સિઝનનો 104.30 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગત વર્ષની સરખામણીએ 49.15 ટકા વધુ વરસાદ થયો છે. ગત વર્ષે 2021 ઓગસ્ટમાં 1436 એમએમની સામે 792 મિમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે 2022માં 1459 મિમીની સામે 1526 મિમી વરસાદી વરસી ચૂક્યો છે. હજુ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદની આગાહી છે. હાલ જિલ્લામાં 97 ટકા વાવેતર થઈ ચૂક્યું છે.

સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉંમરપાડા તાલુકામાં 138.08 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌથી ઓછો માંડવીમાં 94.70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લાના 9 તાલુકા પૈકી પાંચ તાલુકામાં 100 ટકા વરસાદ થઈ ગયો છે. જેમાં બારડોલી, ચોર્યાસી, મહુવા, પલસાણા અને ઉંમરપાડા છે. જ્યારે માંડવીમાં સૌથી ઓછો 84.70 ટકા વરસાદ નોંધાયો છે.

છેલ્લાં એક સપ્તાહમાં ઓછો વરસાદ
મેઘરાજા છેલ્લા એક સપ્તાહમાં ઓછો વરસાદ પડ્યો હતો. મંગળવારે સાંજેે વરસાદી ઝાપટું પડ્યું હતું. જ્યારે બુધવારે તાપમાનનો પારો 37 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે રાત્રીનું ન્યુનતમ તાપમાન 26 ડિગ્રી પર અટક્યું હતું. બુધવારે 70 ટકા વાદળ છવાયેલા હતાં.

પાંચ દિવસ હળવા વરસાદની આગાહી
સુરત જિલ્લામાં કૃષિ હવામાન એકમ તરફ આગામી પાંચ દિવસ સુધી જિલ્લામાં હળવો વરસાદ આગાહી કરવામાં આવી છે. આ દરમિયના વાદળછાયુ વાતાવરણ રહેશે. સાથે સાથે દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાશે. 2 સપ્ટેમ્બર બાદ વરસાદની શક્યતા ઓછી હોવાનું જણાવ્યું છે.

માત્ર ઓગસ્ટ માસમાં જ 33.06 ટકા વરસાદ
2021માં જિલ્લામાં ઓગસ્ટ સુધીમાં 55.15 ટકા વરસાદ વરસ્યો હતો, જેમાં ઓગસ્ટમાં 14.03 મિમી વરસાદ વરસ્યો હતો. 2022માં સિઝનનો કુલ 104 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઓગસ્ટમાં જ 33.06 ટકા વરસાદ વરસ્યો છે.

અન્ય સમાચારો પણ છે...