અકસ્માત:તડકેશ્વર ગામના 5 યુવકોને દ.આફ્રિકામાં અકસ્માત નડતા 3ના મોત, 2 ગંભીર

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્હીલ નીકળી જતાં બેકાબૂ બનેલી કાર યુવકોની કાર સાથે ભટકાતા ગોઝારો અકસ્માત સર્જાયો

માંડવી તાલુકાના તડકેશ્વર ગામના પાંચ યુવાનો સાઉથ આફ્રિકામાં નોકરી ધંધાર્થે ગયા હતા.જેઓ વિકેન્ડ માટે અન્ય શહેરમાં ગયા હતા. ત્યાંથી આજે પરત ફરતી વેળાએ સામેથી આવતી કાર સાથે અકસ્માત સર્જાતા કારમાં બેસેલ પાંચ યુવાનો પૈકી ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ જ્યારે બે યુવાનો ગંભીર રીતે ઘવાતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સાઉથ આફ્રિકામાં સર્જાયેલા ગોઝારા અકસ્માત અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકાના તડકેશ્વર ગામના નવી નગરીમાં રેહતા ઈમ્તિયાઝ હનીશભાઈ દેસાઈ (પ્યાલી) (ઉં-23) તથા બાવા નગરી ઢોલી ફળિયાના બે યુવાનો આશિફ અય્યુબ લીંબાડા (ઉં. આ-22) તથા સફવાન અબ્દુલ કુવાડીયા (ઉં-20) તથા અન્ય બે યુવાનો છેલ્લા ઘણા સમયથી સાઉથ આફ્રિકાના લેન્સ ટાઉનમાં રહી નોકરી ધંધો કરતા હતા. ઘટનાના દિવસે પાંચેય યુવાનો લેન્સ ટાઉન થી વિકેન્ડ મનાવવા માટે ડરબન ટાઉન ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળા સામેથી આવતી કારનું ટાયર નીકળી જતા યુવાનોની કાર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈમ્તિયાઝ દેસાઈ, આસિફભાઈ લીંબાડા, તથા સફવાન અબ્દુલ કુંવાડિયાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ.જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર ઈજાઓ પોન્હચી હતી.એક જ ગામના ત્રણ યુવાનોના વિદેશમા થયેલ અકસ્માતમાં નિપજેલ મોત થી ગામમા માતમ છવાય ગયો હતો. મોતને ભેટેલ યુવાનોનું મિત્ર વર્તુળ પણ ઘેરા શોકમાં સરી પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...